• Gujarati News
  • Sports
  • However, I Would Not Play A Grand Slam If Forced To Take The Vaccine; Ready To Drop The Trophy

વેક્સિન વિવાદ વકર્યો:જોકેવિચે કહ્યું- જો વેક્સિન લેવા દબાણ કરાયું તો હું ગ્રાન્ડ સ્લેમ નહીં રમું; કોઈપણ ટૂર્નામેન્ટ છોડવા માટે તૈયાર છું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
નોવાક જોકોવિચ - ફાઈલ ફોટો - Divya Bhaskar
નોવાક જોકોવિચ - ફાઈલ ફોટો

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે વેક્સિન વિવાદ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યું છે કે મને કોઈ વેક્સિનના બંને ડોઝ લેવા માટે દબાણ ન કરી શકે. જો કોઈપણ ટૂર્નામેન્ટમાં વેક્સિન લીધા પછી જ પ્રવેશ મળતો હશે તો હું ટ્રોફી કે ગ્રાન્ડ સ્લેમ છોડવા માટે તૈયાર છું. તમને જણાવી દઈએ કે આ વર્ષે રમાયેલા ગ્રાન્ડ સ્લેમમાં જોકોવિચને વેક્સિન વિવાદ વચ્ચે ઓસ્ટ્રેલિયાથી તગેડી મુકાયો હતો. તેવામાં 21મા ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું જોકોવિચનું તૂટી ગયું પરંતુ નડાલે ફાઈનલ મેચ જીતી ઈતિહાસ રચી દીધો હતો.

વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી
વિશ્વના નંબર-1 ટેનિસ પ્લેયર અને 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા જોકોવિચે કહ્યું છે કે કોરોના વેક્સિન વિરૂદ્ધના અભિયાનમાં હું સામેલ નથી પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતા પર હું ભાર આપું છું. દરેક વ્યક્તિને પોતાનો અંગત નિર્ણય લેવાની છૂટ હોવી જોઈએ અને હું આનું સમર્થન કરું છું.

વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન છોડવા માટે તૈયાર- જોકોવિચ
BBC સાથેની વાતચીત દરમિયાન નોવાક જોકોવિચે કહ્યું છે કે જો વેક્સિન લેવી ફરજિયાત થઈ જશે તો હું વિમ્બલ્ડન ઓપન અને ફ્રેન્ચ ઓપન છોડવા માટે તૈયાર છું. તેણે વધુમાં કહ્યું કે જો હું બાળક હોત તો વેક્સિન લઈ ચૂક્યો હોત પરંતુ અત્યારે મારો નિર્ણય હું જાતે લઈ શકું છું. તેથી મને મારા શરીર માટે શું લેવું શું નહીં એની પસંદગી કરવાનો અધિકાર છે.

અન્ય સમાચારો પણ છે...