મેચ પ્રીવ્યૂ:હોંગકોંગના બોલરો મેચમાં પાકિસ્તાનનો ખેલ બગાડી શકે છે

શારજાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાક-હોંગકોંગની મેચ આજે સાંજે 7.30 કલાકે
  • બંને ટીમ આંતરરાષ્ટ્રીય ટી20માં પ્રથમ વખત ટકરાશે ​​​​​​​

એશિયા કપમાં શુક્રવારે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મેચ રમાશે. આ મેચ શારજાહ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. હોંગકોંગ સામે પાકિસ્તાનનું પલ્લું ભારે છે, પરંતુ નાના ફોર્મેટમાં હોંગકોંગના ખેલાડી પાકનો ખેલ બગાડી શકે છે. જોકે, ટી20માં બંને ટીમ પ્રથમ વખત ટકરાવાની છે. હોંગકોંગના અહેસાન ખાને છેલ્લી 10 મેચમાં 6.13ની ઈકોનોમી સાથે 19 વિકેટ લીધી છે, જ્યારે એજાઝ ખાને 7.17ની ઈકોનોમી સાથે 14 વિકેટ લીધી છે.

પાકિસ્તાનના બોલર શાદાબ ખાને 8 મેચમાં 5.50ની ઈકોનોમી સાથે 12 વિકેટ, જ્યારે મોહમ્મદ નવાઝે 7 મેચમાં 8 વિકેટ લીધી છે. બેટિંગમાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી મજબૂત છે. બંને ટીમ માટે આ મેચ ઘણી મહત્ત્વની છે, જે ટીમ મેચ જીતશે તે સુપર-4માં પહોંચશે. પાક અને હોંગકોંગ પોત-પોતાની પ્રથમ મેચમાં ભારત સામે હારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...