ફ્રેન્ચ ઓપન વિવાદોમાં!:રાત્રે મેચ યોજાવાથી મુશ્કેલીઓમાં વધારો, ફેન્સ નથી આવી રહ્યા; લૈંગિક અસમાનતાનો મુદ્દો ફરી ગરમાયો

પેરિસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવકમાં ઘટાડો થયો હોવાના અહેવાલો
  • ખેલાડીઓ અને ફેન્સને સમસ્યાઓ થઈ રહી છે

ફ્રેન્ચ ઓપનમાં પણ ગત વર્ષથી રાત્રિના સમયે મેચ રમાઈ રહી છે. મે નડાલ અને જોકોવિચની રાત્રે 1.15 (ભારતીય સમયમાં સવારે 4.45 કલાકે) પૂર્ણ થયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ જોઈ હતી, જેમાં સંપૂર્ણ સ્ટેડિયમ પેક હતું. અમુક કલાક બાદ બહાર નીકળ્યો તો જોયું કે- પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા બંધ છે. રાત્રિની મેચ સમયે માહોલ શાનદાર હોય છે અને પ્રાઈમ ટાઈમ કવરેજ મળે છે તેમાં કોઈ શંકા નથી. દિવસે કામ કરતા ફેન્સને રાત્રે મેચ જોવાની તક મળી જાય છે. જોકે, સ્થાનિક ટીવી રેવેન્યૂ વધારવા તેનો પ્રારંભ કરાયો હતો. જેમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનું કારણ એ છે કે, રાત્રે માત્ર 1 મેચ જ રમાય છે.

રાત્રે 10 મેચ રમાઈ, જેમાં મહિલાઓની માત્ર એક જ હતી
રાત્રે રમાનાર મેચ લૈંગિક સમાનતા મામલે પણ સમસ્યારૂપ રહ્યા. આ વર્ષે 10 મેચ રાત્રે રમાઈ, જેમાંથી મહિલા ખેલાડીઓની માત્ર એક જ મેચ હતી. ગત વર્ષે પણ રાત્રે 10 મેચ રમાઈ હતી તેમાં મહિલાઓની એક જ મેચ હતી. આ અસમાનતા એવા સમયે પણ જોવા મળી રહી છે, જ્યારે ટૂર્નામેન્ટ ડિરેક્ટર પૂર્વ નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી એમિલી મૉરેસ્મો છે. લૈંગિક અસમાનતાનો મુદ્દો ત્યારે ગરમાયો જ્યારે મૉરેસ્મોએ કહ્યું કે- પુરુષોની મેચો મહિલા ખેલાડીઓની મેચની સરખામણીએ વધુ આકર્ષક હોય છે. તેમને આ વાત કરવામાં કંઈ ખોટું ન લાગ્યું.

એમિલી મૉરેસ્મોના નિવેદનથી નંબર-1 સ્વાતેક નિરાશ
વર્લ્ડ નંબર-1 અને પૂર્વ ચેમ્પિયન હોવા છતાં ઈગા સ્વાતેકને રાત્રે મેચ રમવાની એક પણ તક મળી નહોતી. ટૂર્નામેન્ટ ડિરેક્ટર મૉરેસ્મોના લૈંગિક અસમાનતાવાળા નિવેદન પર પોલેન્ડની સ્વાતેકે કહ્યું કે,‘આ થોડું નિરાશાજનક અને આશ્ચર્યજનક છે. પરંતુ હું દર્શકોનું મનોરંજન કરવા માંગુ છું અને દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ઈચ્છા રાખું છું.’

રાત્રિની મેચોને વધુ વ્યૂઅરશિપ મળી રહી નથી
એમેઝોન પ્રાઈમ વીડિયોએ રાત્રિની મેચોના રાઈટ્સ ખરીદયા છે, પરંતુ તે પરંપરાગત પબ્લિક બ્રૉડકાસ્ટરની સરખામણીએ એટલા વ્યૂઝ નથી મેળવી શક્યા. મેચ રાત્રે 1.15 કલાકે પૂર્ણ થવી દર્શકો માટે સારી વાત નથી. દર્શકોને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મળતી નથી. આયોજક પેરિસના અધિકારીઓ સાથે વાત કરી પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડી રાત સુધી ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી રહ્યા.

અન્ય સમાચારો પણ છે...