• Gujarati News
  • Sports
  • Hockey: World's Best Player, Goalkeeper, Emerging Players And Coach India, Our Award Winners Got Over 50% Of The Vote

હોકી સ્ટાર્સ એવોર્ડ:હોકી: વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી, ગોલકીપર, ઉભરતા ખેલાડીઓ અને કોચ ભારતની પાસે, આપણા એવોર્ડ વિજેતાઓને 50% થી વધુ વોટ મળ્યા

લુસાને21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજેશ અને સવિતા ગોલકીપર જ્યારે વિવેક અને શર્મિલા રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને બુધવારે વાર્ષિક એવોર્ડ જાહેર કર્યા, જેમાં ભારતનું વર્ચસ્વ રહ્યું. ભારતે બે કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી, ગોલકીપર, ઉભરતા ખેલાડીઓની સાથે સાથે સર્વશ્રેષ્ઠ કોચનો એવોર્ડ પણ જીત્યો. આ એવોર્ડ વોટિંગ સિસ્ટમ દ્વારા પસંદ થાય છે.

ભારતીય પુરષ ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય જીત્યો હતો. આ ભારતે ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ જીત્યો હતો. તો મહિલા ટીમ ચોથા ક્રમે રહી હતી. હરમનપ્રીત સિંહ પુરુષ પ્લેયર ઓફ ધ યર જ્યારે ગુરજીત કૌર મહિલા પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યા.

બંને પોત પોતાની ટીમના ટોપ સ્કોરર હતા. શ્રીજેશ અને સવિતા પૂનિયાને સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ મળ્યો હતો. તો યુવા વિવેક સાગર પ્રસાદ અને શર્મિલા દેવીને રાઇઝિંગ સ્ટારનો એવોર્ડ મળ્યો હતો. પુરુષ ટીમના કોચ ગ્રાહમ રેડ અને મહિલા ટીમના કોચ શ્યોર્ડ મરિને સર્વશ્રેષ્ઠ કોચ પસંદ કરવામાં આવ્યા હતા. કોચ મરિનેનો કાર્યકાળ ટોક્યો ગેમ્સ બાદ પુરો થઇ ગયો હતો જ્યારે રેડ હજુ પણ ટીમ સાથે છે.

ત્રણ અલગ-અલગ કેટેગરીમાં આ એવોર્ડનું વોટિંગ હોય છે, 79 નેશનલ એસોસિએશન પણ વોટ કરે છે, તેમનો 50% ભાગ
એવોર્ડ માટે નેશનલ એસોસિએશન, ચાહકો તથા ખેલાડીઓ અને મીડિયા દ્વારા વોટિંગ કરવામાં આવે છે. નેશનલ એસોસિએશના વોટની ટકાવારી 50% હોય છે જ્યારે ચાહકો અને ખેલાડીઓની 25% અને મીડિયાની 25% ટકાવારી હોય છે. 79 નેશનલ એસોસિએશન છે. એશિયામાં 33માંથી 29, આફ્રિકામાં 25માંથી 11, યુરોપમાં 42માંથી 19, ઓસાનિયામાં 8માંતી 3 અને પેન અમેરિકામાં 30માંથી 17 એસોસિએશને વોટ કર્યા હતા. તો રેકોર્ડ 3 લાખ ચાહકોએ વોટિંગ કર્યું.

ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમે નારાજગી વ્યક્ત કરી, કહ્યું: આ સામાન્ય નથી, તેમાં વોટિંગ સિસ્ટમની ખામી નજર આવે છે
પુરુષ કેટેગરીમાં ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમ એફઆઈએચ એવોર્ડના પરિણામોથી નારાજ છે. હોકી બેલ્જિયમે કહ્યું: આ સામાન્ય નથી. ગોલ્ડ જીતનાર અમારી ટીમને દરેક કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું હતું. પણ તેમને એક પણ એવોર્ડ મળ્યા નહીં. આ વોટિંગ સિસ્ટમની નિષ્ફળતા કહેવાય. અમે એફઆઈએચની સાતે કામ કરીશું અને ભવિષ્ય માટે સારી સિસ્ટમ બનાવીશું. એફઆઈએચએ તપાસ કરવી જોઇએ કે બધા એસોસિએશને વોટિંગ કેમ કરી નહીં.



અન્ય સમાચારો પણ છે...