• Gujarati News
  • Sports
  • His 5th Medal At The World Wrestling Championships, Making Him The First Indian To Do So

બજરંગ પુનિયાએ જીત્યો બ્રોન્ઝ:વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેનો 5મો મેડલ, આવું કરનારો તે પહેલો ભારતીય બન્યો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે આ મેચ રેપચેઝમાં જીત્યો હતો. બજરંગનો આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 5મો મેડલ છે. આ અગાઉ તેણે એક સિલ્વર, 3 બ્રોન્ઝ જીતી ચૂક્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આટલા મેડલ જીતનારો પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે.

આ ચેમ્પિયનશિપ બેલગ્રેડ ખાતે યોજાઈ ગઈ હતી. જેમાં આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ છે. બજરંગ પુનિયા પહેલા વિમેન્સમાં વિનેશ ફોગાટે મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો અંત કર્યો હતો.

બજરંગે શાનદાર કમબેક કર્યુ
બ્રોન્ઝ મેડલ મેચમાં 28 વર્ષના ભારતીય પહેલવાને 65 કિગ્રા વેટમાં શાનદાર કમબેક કર્યુ હતુ. પહેલા તે પ્યૂર્ટો રિકોના ખેલાડી સેબેસ્ટિયન રિવેરાથી 6-0થી પાછળ હતો. આ પછી તેણે જોરદાર ગેમ રમતા મેચને 11-9થી જીતી લીધી હતી.

બજરંગે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બજરંગે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયા હતા બજરંગ પુનિયા
બજરંગ પુનિયાએ પોતાના ક્વાર્ટર ફાઈનલ મેચમાં અમેરીકાના યિઆની દિયાકોમિહાલિસની સામે હારી ગયા હતા. યિઆનીને તકનીકી શ્રષ્ઠતાના આધાર ઉપર જીત મળી હતી. રેપચેઝથી બજરંગ બ્રોન્ઝ મેડલ સુધી પહોંચ્યા હતા, અને મેચ પોતાના નામે કરી હતી.

શું છે રેપચેઝ?
રેજચેઝ એટલે કે શરૂઆતમાં હારનાર પહેલાવાનને વધુ એકવાર ચાન્સ આપે છે. શરત એ કે તે પહેલવાન જેની સામે હારી ગયો હોય, તે ખેલાડીએ ફાઈનલમાં જગ્યા બનાવી હોય, તો જ તે રેપચેઝમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ મેચમાં રમી શકે છે.

30 રેસલર્સ ગયા હતા, 2 જ ખેલાડીએ જ મેડલ જીત્યા
ભારતે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 30 ખેલાડીઓને મોકલ્યા હતા, પરંતુ 2 જ ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. એટલે કે ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. જે ખેલાડીઓથી આશા હતી, તેમનું પણ પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ.