હિમા દાસે રવિવારે કહ્યું હતું કે, તેની કારકિર્દીની શરૂઆતમાં તે પોતાના હાથથી સામાન્ય શૂઝ પર એડિડાસ લખતી હતી. પરંતુ હવે કંપની પોતે જ તેની જરૂરિયાતો અનુસાર શૂઝ બનાવે છે, જેના પર તેનું નામ લખેલું હોય છે. હિમાએ ક્રિકેટર સુરેશ રૈના સાથેના ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન આ વાત કરી હતી.
તેણે કહ્યું કે શરૂઆતમાં હું શૂઝ પહેર્યા વગર દોડતી હતી. જ્યારે હું પ્રથમ વખત નેશનલ્સમાં ભાગ લઈ રહી હતી, ત્યારે મારા પિતાએ મારા માટે સાધારણ સ્પાઈકસ વાળા શૂઝ ખરીદ્યા હતા. મેં શૂઝ પર જાતે એડિડાસ લખ્યું હતું. તમે ક્યારેય જાણતા નથી કે ભવિષ્યમાં શુ થશે, આજે આ બ્રાંડ મારા નામના શૂઝ બનાવે છે.
હિમા આંતરરાષ્ટ્રીય ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય હિમાએ 2018માં ફિનલેન્ડમાં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 400 મીટરની રેસમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. ત્યારબાદ જર્મન ફૂટવેર કંપનીએ તેને પોતાની બ્રાંડ એમ્બેસેડર બનાવી હતી. કંપનીએ તેની જરૂરિયાતો અનુસાર શૂઝ બનાવ્યાં, એક બાજુ તેનું નામ લખ્યું અને બીજી બાજુ 'ઇતિહાસ બનાવો' લખ્યું હતું.
2018 એશિયન ગેમ્સ પછી લોકોનો એથ્લેટિક્સમાં રસ વધ્યો 20 વર્ષીય એથલીટે રૈનાને કહ્યું હતું કે, ઇન્ડોનેશિયામાં 2018 એશિયન ગેમ્સ બાદ લોકોનો એથ્લેટિક્સમાં રસ વધ્યો છે. આ રમતોમાં 400 મીટરની દોડમાં સિલ્વર જીતવા ઉપરાંત હિમાએ મહિલાઓની 400 મીટર રિલે અને 400 મીટર મિક્સડ રિલેમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
હિમા લોકડાઉનમાં ફિટનેસ પર કામ કરી રહી છે હિમા હાલમાં પટિયાલાની નેશનલ સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ (એનઆઈએસ) માં છે અને પોતાને ફિટ રાખવામાં વ્યસ્ત છે. જેથી જ્યારે લોકડાઉન સમાપ્ત થાય ત્યારે ટ્રેક પર પાછા ફરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય. તેની તૈયારીઓ અંગે તેણે કહ્યું કે હું લોકડાઉનને સકારાત્મકરૂપે લઈ રહી છું. અમને મેદાનમાં જવાની મંજૂરી નથી. તેથી હું મારા રૂમમાં વર્કઆઉટ કરું છું. હું યોગા કરું છું જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે. આહારની પણ ખાસ કાળજી લઉં છું. હું આ સમય દરમિયાન વધુ ફળ ખાઈ રહી છું. હું મારી ઈજાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છું અને હવે ફિટ છું.
સચિનને પહેલીવાર મળી ત્યારે ભાવુક થઈ હતી હિમાએ લાઈવ ચેટ દરમિયાન કહ્યું કે, સચિન મારા રોલ મોડલ છે. મને આજે પણ યાદ છે કે, જ્યારે હું તેમને પહેલીવાર મળી ત્યારે રોવા લાગી હતી. તે મારી જિંદગીની સૌથી સુંદર ક્ષણ હતી. પોતાના રોલ મોડલને મળવું દરેક માટે ખાસ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.