• Gujarati News
  • Sports
  • Hero I League | A Total Of 45 People, Including Players And Staff Infected, AIEF Postpones Tournament For Next 6 Weeks

ઈન્ડિયન ફુટબોલ લીગમાં કોરોના વિસ્ફોટ:ખેલાડી અને સ્ટાફ સહિત કુલ 45 લોકો સંક્રમિત, AIFFએ આગામી 6 સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ સ્થગિત કરી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે ટૂર્નામેન્ટ અંગે નિર્ણય લેવાશે

દેશની ટોચની ફુટબોલ લીગમાંની એક હીરો આઈ-લીગ કોવિડ-19ની ઝપેટમાં આવી ગઈ છે, જેના કારણે વર્તમાન સિઝન આગામી છ સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી છે. લીગ સાથે જોડાયેલા ખેલાડીઓ અને સ્ટાફના ફરીથી કોવિડ ટેસ્ટ કરાતા નવી તપાસમાં કોરોનાના કેસ વધીને 45 થઈ ગયા છે, ત્યારપછી ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશને (AIFF) સોમવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી અને તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોવિડ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે
AIFF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લીગને આગામી છ સપ્તાહ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવામાં ચાર સપ્તાહ પછી એટલે કે આવતા મહિને, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારપછી આગળ કોઈ નિર્ણય લેવાશે.

AIFF સ્પોર્ટ્સ મેડિકલ કમિટીના સભ્ય ડૉ. હર્ષ મહાજને ક્લબોને માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા કોવિડ નિયંત્રણો અને AIFFના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આઈ-લીગ 2021-22 ઓછામાં ઓછા 6 સપ્તાહ સુધી સ્થગિત કરવામાં આવી છે.

ખેલાડી અને અધિકારી આઈસોલેશનમાં રહેશે
5 જાન્યુઆરીએ તમામ ટીમોનો કોવિડ ટેસ્ટ થશે, તેથી બાયો બબલનો પ્રોટોકોલ 7 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારપછી નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ટીમો પોતપોતાના ઘરે જઈ શકશે. હોટલોમાં પોઝિટિવ આવતા ખેલાડીઓ અને અધિકારીઓને આઈસોલેશનમાં રાખવામાં આવશે અને કોલકાતામાં નક્કી કરાયેલા હેલ્થ પ્રોટોકોલ અનુસાર તેમની સારવાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...