• Gujarati News
  • Sports
  • Hemraj Johri Scores On A Corner Kick, People Compare Him To Star Footballers

ઉત્તરાખંડનો રોનાલ્ડો:હેમરાજ જોહરીએ કોર્નર કિક પર ગોલ ફટકાર્યો, લોકો સ્ટાર ફુટબોલર્સની સાથે તુલના કરી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ છે હેમરાજ જોહરી. જે સોશિયલ મીડિયા પર 'ઉત્તરાખંડના રોનાલ્ડો' તરીકે ફેમસ થઈ રહ્યો છે. આ યુવા ફૂટબોલરનો એક વીડિયો શુક્રવારથી ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. કેટલાક તેને ઉત્તરાખંડનો રોનાલ્ડો કહી રહ્યા છે, તો તેની તુલના પૂર્વ ભારતીય કેપ્ટન બાયચુન ભુટિયા સાથે પણ કરી રહ્યા છે.

વીડિયોમાં હેમરાજ જોહરી પેનલ્ટી લેતો જોવા મળે છે, જેમાં બોલ સ્વિંગ થઈને ગોલપોસ્ટની અંદર જાય છે. સામાન્ય રીતે આવો સ્વિંગ રોનાલ્ડોની ફ્રી કિકમાં જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો આ યુવા ફૂટબોલરની સરખામણી પોર્ટુગીઝ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે કરી રહ્યા છે.

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પિથૌરાગઢ જિલ્લાના મુન્સિયારી વિસ્તારના જોહર ક્લબમાં ચાલી રહેલી ફૂટબોલ ટુર્નામેન્ટની છે. હેમરાજના પિતા ટેલરિંગનું કામ કરે છે. ઘણા યુઝર્સે વિડીયો પર કોમેન્ટ કરી અને એકે લખ્યું, 'બેસ્ટ કોર્નર શોટ.'

અગાઉ પણ ઘણા વીડિયો વાયરલ થયા છે
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ખેલાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હોય. અગાઉ પણ યુવા ખેલાડીઓના વીડિયો વાઈરલ થતા રહ્યા છે. ભલે તે એમપીના બોલ્ટના નામથી વાયરલ થયેલા રામેશ્વર ગુર્જર હોય કે પછી ભોપાલના બુધિયાના નામથી પ્રખ્યાત 6 વર્ષના વરેણ્યમ શર્મા હોય.

યૂઝર્સની પ્રતિક્રિયા પર નજર કરીએ.....

અન્ય સમાચારો પણ છે...