તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Hairstylist Alim Khan Share Mahendra Singh Dhoni New Look Fans Are Loving This

'કેપ્ટન કૂલ'નો ન્યૂ લૂક:મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ, ફેન્સને પણ ગમ્યો આ અંદાજ

2 મહિનો પહેલા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ફેન્સમાં તે હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે. એકવાર ફરી કેપ્ટન કૂલ ચર્ચામાં આવ્યો છે અને આ વખતે કારણ છે તેનો ન્યૂ લૂક. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ ખૂબ વાઇરલ થઈ રહી છે અને ફેન્સને એ પસંદ પણ છે.

હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે.

આલિમ હકીમે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આલિમ હકીમે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોનીની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશાં ચર્ચામાં રહી છે. પછી ભલે એ કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની વાત હોય. ધોનીએ હંમેશાં તેના લૂક માટે તેના ફેન્સને ચોંકાવ્યા જ છે.

હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, એ પછી પણ તે નવા નવા લૂક્સમાં જોવા મળે છે. નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન ઉપર પણ દેખાશે. યુએઈમાં આઈપીએલના બીજા હિસ્સા માટે એમએસ ધોની ટૂંક સમયમાં જ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાવાનો છે.

નોંધનીય છે કે આલિમ હકીમની ગણતરી દેશના પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પ્લેયર્સ મોટે ભાગે આલિમ હકીમ પાસે જ તેમનો નવો લૂક મેળવતા હોય છે.

હમણાં જ ઊજવ્યો 40મો બર્થ-ડે
આ મહિને 7 જુલાઈએ જ ધોનીએ તેનો 40મો બર્થ-ડે ઊજવ્યો છે. આ દરમિયાન ક્રિકેટથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક લોકોએ તેમને જન્મદિવસની શૂભેચ્છા પાઠવી હતી.

રણવીર સાથે ફૂટબોલ રમતો દેખાયો હતો
ધોની થોડા દિવસ પહેલાં જ રણવીર સિંહ સાથે ફૂટબોલ મેચમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. એક ફોટોમાં તો રણવીર ધોનીના પગ પાસે બેઠો હતો અને લખ્યું હતું, મોટા ભાઈનાં ચરણોમાં હંમેશાં.

ધોની અને રણવીર બંને ફૂટબોલ ક્લબનો હિસ્સો છે. આ ક્લબ બોલિવૂડ અને ક્રિકેટ સેલેબ્સ સિવાય બાકીના લોકો માટે પણ ફૂટબોલ મેચ ઓર્ગેનાઈઝ કરતી હોય છે અને આ મેચ દ્વારા ચેરિટી માટે ફંડ ભેગું કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...