તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Had An Injury To The Shoulder In The First ODI Against England; It Can Take Up To 4 Months To Get Fit

IPL રમવા પર શ્રેયસ અય્યરનું સસ્પેન્સ:ઈંગ્લેન્ડ વિરૂદ્ધની પ્રથમ વનડેમાં ખભ્ભા પર ઈજા થઈ હતી; ફિટ થવામાં લાગી શકે છે 4 મહિના

પુણે3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજા દરમિયાન અય્યરને તાત્કાલિક સીટી સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો હતો - Divya Bhaskar
ઈજા દરમિયાન અય્યરને તાત્કાલિક સીટી સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો હતો
  • શ્રેયસ અય્યર IPL-2020માં ટોપ-4 બેટ્સમેનમાં સામેલ હતો
  • અય્યર દિલ્હી કેપટિલ્સના કેપ્ટન પણ છે. જો તેઓ રમની નહીં શકે તો દિલ્હીની પાસે ટીમની આગેવાની માટે અનેક વિકલ્પ છે

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાને એક મોટો ઝાટકો લાગ્યો હતો. મિડલ ઓર્ડરના બેટ્સમેન શ્રેયસ અય્યરને ફિલ્ડિંગ દરમિયાન ખભ્ભાની ડાબી બાજુએ ઈજા થઈ છે. હવે માહિતી મળી રહી છે કે અય્યર આ ઈજાને કારણે લગભગ 4 મહિના સુધી ક્રિકેટથી દૂર થઈ શકે છે. જો એવું થયું તો તે 9 એપ્રિલથી શરૂ થઈ રહેલી IPLમાં તે રમી નહીં શકે.

12 સપ્તાહ પહેલાં ઠીક થવું મુશ્કેલ

ઈજા થયા બાદ શ્રેયસ અય્યર મેદાનમાં જ દર્દથી કણસતો જોવા મળ્યો હતો
ઈજા થયા બાદ શ્રેયસ અય્યર મેદાનમાં જ દર્દથી કણસતો જોવા મળ્યો હતો

પહેલી વનડેમાં ઈજા થયા બાદ શ્રેયસને તાત્કાલિક સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. બુધવારે સીટી સ્કેનના રિપોર્ટથી ખ્યાલ આવ્યો કે તેની ઈજા પ્રાથમિક અનુમાનથી ઘણી જ વધારે છે. સમગ્ર ઘટનાક્રમની જાણકારી રાખવાવાળા એક સૂત્રએ જણાવ્યું કે અય્યરને લેબરમ ટિયર થયું છે. જરૂરી નથી કે આ ઈજા ડાઈવ મારવાને કારણે થઈ હોય. સામાન્ય રીતે ખભ્ભા પરની આવી ઈજા વેટલિફ્ટિંગ સમયે થતી હોય છે. ડાઈવના કારણે આ ઈજા વધી ગઈ હોય તેવું બની શકે છે.

ડોકટર્સના જણાવ્યા મુજબ આ પ્રકારની ઈજાના કારણે ઓપરેશનની જરૂરિયાત પડી શકે છે અને એથલીટે રિહેબિલિટેશન શરૂ કરવા માટે ઓછામાં ઓછા 12 અઠવાડિયાની રાહ જોવી પડી શકે છે. સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે 4થી 6 મહિના સુધીનો સમય લાગી શકે છે.

દિલ્હીની પાસે કેપ્ટનના અનેક દાવેદાર
અય્યર દિલ્હી કેપટિલ્સનો કેપ્ટન પણ છે. જો તે રમી નહીં શકે તો દિલ્હીની પાસે ટીમની આગેવાની માટે અનેક વિકલ્પ છે. ઓસ્ટ્રેલિયા અને રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ કેપ્ટન તરીકેનો સૌથી મોટો દાવેદાર હશે. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રહી ચુકેલા રવિચંદ્રન અશ્વિન પણ આ ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત અજિંક્ય રહાણે અને રૂષભ પંત પણ લીડરશિપની ભૂમિકા સારી રીતે ભજવી શકે છે.

IPL 2020માં ટોપ-4 બેટ્સમેનમાં સામેલ હતો
શ્રેયસ અય્યર IPL-2020માં ટોપ-4 બેટ્સમેનમાં સામેલ હતો. તે સીઝનમાં શ્રેયસે 17 મેચમાં 34.60ની સરેરાશથી 519 રન કર્યા હતા. માત્ર ડેવિડ વોર્નર (548), શિખર ધવન (618) અને લોકેશ રાહુલ (670) તેનાથી આગળ હતા.

અન્ય સમાચારો પણ છે...