• Gujarati News
  • Sports
  • Gujarat's Aditya And Other Players Arrive In Goa, Get Coaching From Father And Get Ready To Play Tournament

સબ જુનિયર હોકી ચેમ્પિયનશિપ:ગુજરાતના આદિત્ય અને અન્ય પ્લેયર્સ ગોવા પહોંચ્યા, કોચ ફ્રાન્સિસે કહ્યું- રાજ્યમાં હજુ હોકીનો ક્રેઝ ઓછો છે

19 દિવસ પહેલાલેખક: પાર્થ વ્યાસ
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

હોકી ઈન્ડિયા સબ જુનિયર મેન નેશનલ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ ગોવા પહોંચી ગઈ છે. આ દરમિયાન ટીમના ખેલાડી આદિત્યના પિતા તથા પ્રોફેશનલ હોકી કોચ ફ્રાન્સિસ પોલ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી છે. તેમણે આદિત્યની સફરથી લઈ પોતાના નેશનલ હોકી ખેલાડી સુધીના કિસ્સાઓ જણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મેન સબ જુનિયર હોકી ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ પૂલ-Aમાં છે અને આ ટૂર્નામેન્ટનું આયોજન 4થી 15 મે વચ્ચે ગોવામાં થઈ રહ્યું છે.

સબ જુનિયર ચેમ્પિયનશિપ વિશે માહિતી
હોકી ઈન્ડિયા સબ જુનિયર મેન નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન 4 થી 15 મે વચ્ચે ગોવામાં કરાયું છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની ટીમ ભાગ લેવા પહોંચી છે. તમને જણાવી દઈએ કે આને કુલ 8 ગ્રુપમાં વિભાજિત કરી ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતની હોકી ટીમ POOL-Aમાં છે. જેની ફાઈનલ મેચ 15 મેના દિવસે રમાશે.

પોઈન્ટ વિતરણની માહિતી

  • 3 પોઈન્ટ વિજેતા ટીમને મળશે
  • 1-1 પોઈન્ટ બંને ટીમને જો મેચ ડ્રો થાય
કોચ ફ્રાન્સિસ (ડાબે) અને આદિત્ય
કોચ ફ્રાન્સિસ (ડાબે) અને આદિત્ય

ગુજરાતના હોકી પ્લેયર આદિત્યે ખાસ પ્રેક્ટિસ કરી
આદિત્યના પિતા તથા પ્રોફેશનલ હોકી કોચ ફ્રાન્સિસે જણાવ્યું કે હું મારા દરેક ખેલાડીને એકસમાન તાલિમ આપું છું. લોકડાઉનમાં જ્યારે ખેલાડીઓ પાસે પ્રેક્ટિસ કરવાની સુવિધા નહોતી ત્યારે હું મારા પુત્રને ઘરમાં જ તાલિમ આપતો હતો. આ દરમિયાન અમે વીડિયો શૂટ કરી લેતા અને આની ફુટેજ અન્ય પ્લેયર્સ સાથે ગ્રુપમાં શેર કરતા હતા. જેથી ઓનલાઈન કોચિંગ દ્વારા અમે ખેલાડીને રમવાનું શિખવાડતા રહ્યા છીએ.

કોચ ફ્રાન્સિસે વધુમાં જણાવ્યું કે આદિત્ય છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી નેશનલ્સમાં રમવાની તૈયારી કરી રહ્યો હતો. તેવામાં અત્યારે સબ જુનિયર ચેમ્પિયનશિપમાં તેની પસંદગી ગુજરાત ટીમમાં થઈ એ આદિત્યની મહેનતનું પરિણામ છે. તે છેલ્લા 3થી 4 વર્ષ સુધી પોતાની સ્કિલ્સને ડેવલોપ કરવાથી લઈ ગેમમાં ધ્યાન કેન્દ્રિત કરતો હતો.

પિતા પાસેથી રમવાની પ્રેરણામળી
આદિત્યની હોકી રમવાની પ્રેરણા અંગે કોચ ફ્રાન્સિસે જણાવ્યું કે તેની બાળપણથી જ મારા જીવનથી આ ગેમ રમવાની પ્રેરણા મળી છે. હું એક નેશનલ સ્તરનો હોકી ખેલાડી છું, મારી કારકિર્દી દરમિયાન ઈન્ડિયન કેમ્પમાં પણ હું સામેલ થયો હતો. તેમણે જણાવ્યું કે આદિત્ય સહિત દરેક ખેલાડીને હું ભેટ આપતો રહું છું. જ્યારે જ્યારે તેઓ નેશનલ સ્તરે સિલેક્ટ થાય ત્યારે હોકી સ્ટિકથી લઈ અન્ય જરૂરી કિટ તેમને આપતો રહું છું.

ગુજરાતમાં હોકીનો ક્રેઝ થોડો ઓછો છે- ફ્રાન્સિસ
કોચ ફ્રાન્સિસે જણાવ્યું કે હું મેન્સ અને વિમેન્સ બંને ટીમને તાલિમ આપું છું. પરંતુ ગુજરાતમાં હજુ હોકીનો ક્રેઝ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. આના કારણે ગણતરીના ખેલાડીઓ જ અહીંથી નેશનલ સ્તરે જાય છે.

મેન્સ અને વિમેન્સ ટીમને કોચિંગ આપું છું- ફ્રાન્સિસ
કોચ ફ્રાન્સિસે વધુમાં જણાવ્યું કે તેઓ જ્યારે ઈન્ડિયન કેમ્પમાં હતા એ સમયે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. એના કારણે ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમણે હોકી રમવાનું છોડી દીધું અને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરવા લાગ્યા હતા. જોકે આ દરમિયાન નોકરીની સાથે જ્યારે-જ્યારે સમય મળે ત્યારે તેઓ મેન્સ અને વિમેન્સ ટીમને કોચિંગ આપતા રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...