તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Gujarati Table Tennis Star Bhavina Made History, Entered The Semifinals And Secured A Medal

પેરાલિમ્પિકમાં પટેલ પાવર:ગુજરાતી ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના સેમીફાઇનલમાં પ્રવેશી, વર્લ્ડ નંબર-2 ખેલાડીને હરાવી મેડલ પાક્કો કર્યો; ગોલ્ડ-સિલ્વર માટે જીત જરૂરી

24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાવિના પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ભાવિના પટેલની ફાઇલ તસવીર
 • ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિકની સેમીફાઇનલમાં પ્રવેશ કરનાર પહેલી ભારતીય મહિલા
 • પાવરલિફ્ટિંગમાં સકીના ખાતૂન પાંચમા ક્રમાંકે રહી

ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતી ખેલાડી ભાવિના પટેલ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. આની સાથે ભાવિનાએ પેરાલિમ્પિકમાં દેશ માટે એક મેડલ પણ પાક્કો કરી લીધો છે. મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વિમેન્સ સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ક્વાર્ટરફાઇનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને સતત ત્રણ ગેમમાં 11-5, 11-6, 11-7થી પરાસ્ત કરી હતી. આની સાથે જ તે પેરાલિમ્પિકની સેમીફાઇનલમાં સ્થાન મેળવનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે.

વર્લ્ડ નંબર-2ની ખેલાડીને હરાવી મેડલ પાક્કો કર્યો
ભાવિનાએ સર્બિયન પ્લેયર બોરિસ્લાવા રેન્કોવિકને વુમન સિંગલ ક્લાસ 4 ઇવેન્ટમાં 11-5, 11-6, 11-7થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતી પેરા ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી ભાવિના પટેલ શનિવારે સેમીફાઇનલ મેચ રમશે. જેમાં તેની ટક્કર ચીની ખેલાડી ઝેંગ મીયા ઓ સામે થશે. ભાવિના જો આ મેચ હારી જશે તો પણ બ્રોન્ઝ મેડલ તો જીતશે જ. તેવામાં ભાવિનાના બેક ટુ બેક આક્રમક પ્રદર્શનને જોતા લાગે છે કે તે ફાઇનલમાં પણ પ્રવેશી શકે છે.

ભાવિના પટેલની ફાઇલ તસવીર
ભાવિના પટેલની ફાઇલ તસવીર

સેમિફાઇનલમાં પરાજિત ખેલાડીને બ્રોન્ઝ મળશે
2017મા ઈન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટિના ગવર્નિંગ બોર્ડે ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની અરજીમાં ઉલ્લેખ કરાયા પ્રમાણે બ્રોન્ઝ મેડલના થર્ડ પ્લે ઓફ મેચને રદ કરી દીધી હતી. જેના પરિણામે બંને સેમીફાઇનલમાં પરાસ્ત થયેલા ખેલાડીને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરાશે.

પ્રી-ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર પહેલી ઈન્ડિયન મહિલા
34 વર્ષીય ભાવિના પટેલે પ્રી-ક્વાર્ટરફાઇનલમાં બ્રાઝીલની જોયસ ડિ ઓલિવિયરાને હરાવીને અંતિમ 16 મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. એ મેચ ભાવિનાએ 12-10, 13-11 અને 11-6થી જીતી હતી. વળી ટોક્યો પેરાલિમ્પિકની મહિલા સિંગલ્સની ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલે ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં ગ્રેટ બ્રિટનની ખેલાડી મેગન શૈકલટનને 3-1થી હરાવી હતી.

ઈન્ડિયન ખેલાડીએ પહેલો સેટ પોતાને નામ કર્યો હતો, પરંતુ બીજા સેટને જીતી બ્રિટનની મેગને કમબેક કર્યું હતું. પરંતુ ત્યારપછી ભાવિનાએ બેક ટુ બેક મેચ વિનિંગ રેલી રમીને મેચ પોતાને નામ કરી હતી. તો બીજી બાજુ સોનલ પટેલ નોકઆઉટમાં ક્વોલિફાય કરી શકી નથી. તે દક્ષિણ કોરિયન લી મી ગ્યુ સામે 12-10, 5-11, 3-11, 9-11થી હારી ગઈ હતી.

ભાવિનાએ કોચની પ્રશંસા કરી
ક્વાર્ટરફાઇનલમાં જીત્યા પછી ભાવિનાએ કહ્યું હતું કે મારા કોચના સૂચન પ્રમાણે હું રમી હતી, તેમણે મને ગેમ પર ફોકસ કરવા માટે જાણ કરી હતી. તેવામાં સોનલ પટેલ બંને ટેબલ ટેનિસ મેચ હારી જતા ગ્રુપ મેચમાંથી બહાર થઈ ગઈ હતી.

ક્લાસ-4 કેટેગરી એટલે શું?
ક્લાસ-4 કેટેગરીમાં એથ્લીટની બેસવાની ક્ષમતા સારી હોય છે અને તેના બંને હાથ સાજા હોય છે. આવા એથ્લીટની દિવ્યાંગતતા લોઅર સ્પાઇનની સમસ્યા અથવા સેરિબ્રલ પાલ્સીના કારણે થઈ શકે છે.

 • પેરા ટેબલ ટેનિસના ક્લાસ 1થી 5ના એથ્લીટ વ્હીલચેર પર બેસીને રમે છે.
 • ક્લાસ 6થી 10ના એથ્લીટ ઊભા રહેવાની ક્ષમતા ધરાવતા હોવાથી વ્હીલચેર વગર રમે છે.
 • ક્લાસ-11માં માનસિક સમસ્યાથી પીડિત એથ્લીટ રમતા હોય છે.
સકીના ખાતુનની ફાઇલ તસવીર
સકીના ખાતુનની ફાઇલ તસવીર

પાવરલિફ્ટિંગમાં સકીના ખાતૂન પાંચમા ક્રમાંકે રહી
પેરાલિમ્પિકમાં દેશને પાવરલિફ્ટિંગની 50 કિલો વેઇટ કેટેગરીમાં દેશની પહેલી મહિલા પાવરલિફ્ટર સકિના ખાતૂન પાંચમા સ્થાને રહી છે. તેણે 93 કિલો વેઇટ ઉઠાવ્યું હતું. પાવરલિફ્ટિંગમાં દરેક ખેલાડીને 3 તક અપાય છે, જેમાંથી ખેલાડીના કોઇપણ એક સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનને નોંધવામાં આવે છે.

 • સકીનાએ પહેલા પ્રયાસમાં 90 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.
 • ત્યારપછી અન્ય 2 પ્રયાસોમાં તેણે 93 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.
 • ચીની એચયૂ ડી પેએ 120 વેઇટ ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
 • 120 કિલોગ્રામ વેઇટ લિફ્ટ કરીને ઈજિપ્તની આર અહેમદ બીજા ક્રમાંકે રહી હતી, પરંતુ એક-એક નિષ્ફળ પ્રયાસના કારણે તે સિલ્વર મેડલ જીતી શકી હતી.
 • સકીનાએ 2014માં 61 કિલો વેઇટમાં 88.2 કિગ્રા વજન ઉઠાવી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
 • તેણે 2018માં 45 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
અન્ય સમાચારો પણ છે...