• Gujarati News
  • Sports
  • Gujarati Para athlete Bhavina Patel Wins Gold In Table Tennis, India Excels In Wrestling; Naveen Kumar Won The Gold Medal In The Final

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શાન:ગુજરાતી પેરા એથલીટ ભાવિના પટેલ ટેબલ ટેનીસમાં ગોલ્ડ જીતી, કુસ્તીમાં ભારતની કમાલ; નવીન કુમારે ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતની શાનમાં વધારો કર્યો છે. ગુજરાતની આ 35 વર્ષીય પેરા એથલીટ ખેલાડીએ શનિવારે ટેબલ ટેનીસમાં ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને પરાજય આપીને વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે કરી દીધો હતો.

ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને ફાઈનલમાં પરાજિત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.
ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને ફાઈનલમાં પરાજિત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.

ગુજરાતની જ બીજી દીકરી સોનલબેને બ્રોન્ઝ જીત્યો
​​​​​​​
ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ કેટેગરીમાં 3-5 થી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવ્યો હતો.

નવીન, વિનેશ અને રવિએ ગોલ્ડ મેડલ જીત્યા ​​​​​​​
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસ માટે વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. નવીન કુમારે ભારતને કુશ્તીમાં છઠ્ઠો મેડલ અપાવ્યો છે. તેણે 74 કિગ્રા વેટ કેટેગરીમાં પાકિસ્તાનના મોહમ્મદ તાહિરને 9-0થી પરાજય આપ્યો હતો. ભારતનો આ કોમનવેલ્થમાં 34મો મેડલ છે.

વિનેશ ફોગાટે કોંમનવેલ્થમાં સતત ત્રીજો ગોલ્ડ જીત્યો
​​​​​​​
વિનેશ ફોગાટે વિમેન્સ 50 કિગ્રા કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ કુશ્તીમાં ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. વિનેશે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજો ગોલ્ડ જીત્યો છે. તેણે ફાઈનલમાં શ્રીલંકાની ચામુંડ્યા કેસાનીને 4-0થી હરાવી હતી. તે અગાઉ 2014 અને 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂકી છે.

રવિ દહિયાએ જીત્યો ગોલ્ડ

પહેલવાન રવિ દહિયાએ ભારત માટે 10મો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે 57 KG વેટ કેટેગરીમાં નાઈઝીરિયાના પહેલવાન ઈ વેલ્સનને ફાઈનલમાં 10-0થી પરાજય આપ્યો. આ સાથે કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ રવિએ પાકિસ્તાનના અસદ અલીને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે 14-4થી સ્પર્ધામાં જીત મેળવી હતી. જ્યારે રવિએ 1 મિનિટ 14 સેકન્ડમાં ન્યૂઝીલેન્ડના પહેલવાન સૂરજને 10-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી હતી.

પૂજાએ જીત્યો બ્રોન્ઝ
​​​​​​​
પૂજા ગેહલોતે 50 કિગ્રા વેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણએ સ્કોટલેન્ડની ક્રિસ્ટિલે લેમોફૈકને 12-2થી પરાજય આપ્યો હતો.

જૈસ્મિને બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ
​​​​​​​
જૈસ્મિને બોક્સિંગમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. વિમેન્સ બોક્સિંગમાં 60 કિગ્રા વેટ કેટેગરીમાં જૈસ્મિને ઇંગ્લેન્ડની પૈજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 રનોથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર વિમેન્સ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યુ છે અને પહેલા જ પ્રયાસમાં ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...