તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Graffiti Made In Delhi In Honor Of Tokyo Olympic Medalist Athletes; Pics Viral

દિલ્હી મેડલના રંગમાં રંગાયું:ટોક્યો ઓલિમ્પિક મેડાલિસ્ટના સન્માનમાં દિલ્હીમાં ગ્રેફિટી બનાવાઈ; તસવીરો વાઈરલ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયાને મેડલ જીતાડનાર એથ્લીટ્સને વિવિધ રીતે સન્માનિત કરાઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ખેલાડીઓને સન્માનિત કરી ચૂક્યા છે. હવે આમાં દિલ્લી મ્યૂનિસિપલ કોર્પોરેશને પણ મેડાલિસ્ટના ગ્રૈફિટી બનાવીને તેમની સિદ્ધિમાં રંગ પૂરવાનું કામ કર્યું હતું. (કોઇપણ જાહેર સ્થળની દીવાલ પર દોરવામાં આવેલા ચિત્ર અથવા લખાણને ગ્રેફિટી કહે છે)

બજરંગ પુનિયા, લવલિના, નીરજ ચોપરા, રવિ દહિયાની ફાઇલ તસવીર
બજરંગ પુનિયા, લવલિના, નીરજ ચોપરા, રવિ દહિયાની ફાઇલ તસવીર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન
ભારતે તેના ઓલિમ્પિકના ઈતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યોમાં દાખવ્યું હતું, જેમાં ઈન્ડિયન એથ્લીટ્સે 1 ગોલ્ડ, 2 સિલ્વર તથા 4 બ્રોન્ઝ સહિક કુલ 7 મેડલ જીત્યા હતા. જેમાં ભાલા ફેંકની સ્પર્ધામાં નીરજ ચોપરાએ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

દિલ્હીમાં ઓલિમ્પિક મેડાલિસ્ટની સિદ્ધિમાં રંગ પૂરાયો
દિલ્હી મ્યૂનિસિપલ કોર્પોરેશને નીરજ ચોપરા, રવિ દહિયા, મીરાબાઈ ચાનૂ, લવલીના બોર્ગોહેન, પીવી સિંધુ, બજરંગ પુનિયા અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહની ગ્રેફિટી બનાવી છે. જેને પ્રીતમ પુરા મેટ્રો સ્ટેશન પાસે બનાવાઈ છે.

ઈન્ડિયન હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
ઈન્ડિયન પુરુષ ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1980માં ઈન્ડિયાએ મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે આ ઇવેન્ટમાં માત્ર 6 ટીમે ભાગ લીધો હતો.

ઈન્ડિયા માટે નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ, રવિ દહિયાએ રેસલિંગમાં સિલ્વર, મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર, બજરંગ પુનિયાએ રેસલિંગમાં બ્રોન્ઝ, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ, લવલીના બોર્ગેહેને બોક્સિંગમાં બ્રોન્ઝ અને પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...