પોર્ટુગલના લેજેન્ડરી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગુરુવારે સાઉદી અરેબિયાની ધરતી પર પહેલીવાર ફૂટબોલ રમશે. તેની ક્લબ અલ નસરે લિયોનેલ મેસ્સીની ક્લબ પેરિસ સેન્ટ જર્મેંન (PSG)ની સામેની ફ્રેન્ડલી મેચ માટે રોનાલ્ડોને કેપ્ટન બનાવ્યો છે. રિયાધની જનરલ એન્ટરટેઇનમેન્ટ ઑથોરિટીની ચેરમેન તુર્કી અલ શેખે સોશિયલ મીડિયામાં આની જાહેતા કરી હતી. અને રોનાલ્ડોને કેપ્ટનનું આર્મબેન્ડ પહેરાવતો વીડિયો પણ શેર કર્યો હતો.
આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે આ મેચ માટે અલ નસર અને અલ હિલાલની સંયુક્ત ટીમ ઉતરશે. બન્ને ટીમની પ્લેયર્સ એક થઈને આ મેચ જીતવા ઉતરશે. રિયાધમાં યોજાનારી આ મેચમાં રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી જોવા મળશે. મેસ્સી અને રોનાલ્ડો 2020 પછી પહેલીવાર આમને-સામને રમતા જોવા મળશે.
રિયાધ સિઝન કપના ગોલ્ડન ટિકિટ માટે બોલી અંદાજે 4.4 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી. જે મંગળવારે ખતમ થઈ હતી. સાઉદીના એક રિયલ એસ્ટેટ ગ્રુપના જનરલ મેનેજર અત્યારસુધીમાં બોલી લગાવવામાં ટૉપ પર રહ્યા છે. તેઓએ અંદાજે 22 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જે પણ આ ગોલ્ડ ટિકિટ જીતશે, તેને ઓપનિંગ સેરેમનીમાં સામેલ થઈને તુર્કી અલ શેખની બાજુમાં બેસવાની તક મળશે.
વિજેતા મેચ પછી થનારી મેચ વિનર સેરેમનીમાં સામેલ થઈ શકશે અને જીતનારી ટીમના ગ્રુપ ફોટોમાં ભાગ લઈ શકશે. સાથે જ પ્લેયર્સના ડ્રેસિંગ રૂમમાં જઈ શકશે. તે રોનાલ્ડો, મેસ્સી, નેમાર, એમ્બાપ્પેને મળી શકશે અને સાથે જ ગાલા લંચ પણ અટેન્ડ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.