તીરંદાજી:ભારતની વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડન હેટ્રિક

વારસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુરુષ, મહિલા અને મિક્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

ભારતે તીરંદાજીની વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડન હેટ્રિક લગાવી. ભારતની પુરુષ, મહિલા અને મિક્સ ટીમોએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. મહિલા કેટેગરીમાં કમ્પાઉન્ડ કેડેટની ફાઇનલમાં ભારતે તુર્કીને હરાવ્યું. પ્રણીત કૌર, પ્રિયા ગુર્જર અને સેન્થિલ કુમારની જોડીએ 228નો સ્કરો કર્યો.

જ્યારે તુર્કીના ખેલાડી 216 નો સ્કોર કર્યો હતો. સેમિ ફાઇનલમાં ભારતે ઇટલીને રસપ્રદ મેચમાં 226-223 થી હરાવ્યું હતું. આજ રીતે પુરુષ કેટેગરીની કમ્પાઉન્ડ કેડેટમાં ટાઇટલ મેચમાં ભારતે અમેરિકાને 233-231થી હરાવ્યું.

ભારતના સાહિલ ચૌધરી, મિહિર અને કુશલે મેચ સમયે સારૂ પ્રદર્શન કર્યું. સેમિ ફાઇનલમાં ભારતે તુર્કીને મેચમાં 232-230થી હરાવ્યું. મિક્સ કેટેગરીમાં પણ ભારતે ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો. ફાઇનલમાં ભારતે અમેરિકાને 155-152થી હરાવ્યું.