ગોલકીપરે ગોલ ફટકાર્યો, 101 મીટર દૂરથી કિક મારી!:સૌથી લાંબી દૂરીનો ગોલનો રેકોર્ડ બની શકે છે, ચિલી લીગની મેચ હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લેટિન અમેરિકાના ચિલીમાં ટૉપ ડિવિઝન ફૂટબોલ લીગમાં આશ્ચર્યજનક ગોલ જોવા મળ્યો હતો. કેબ્રેસલ ટીમના આર્જેન્ટિનાના ગોલકીપર લિએન્ડ્રો રિકેના પોતાના બોક્સમાંથી કોઈની મદદ લીધા વિના બોલને બીજા છેડે લાવીને ગોલ કર્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, એક કિકમાં ગોલકીપર કોઈને પાસ કર્યા વિના ગોલ કર્યો હતો.

ચિલીની સ્પોર્ટ્સ ચેનલ ટીએનટી સ્પોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, બોલે 101 મીટરનું અંતર કાપ્યું હતું. જો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ આને ચકાસે તો, તે ફૂટબોલના ઇતિહાસમાં સૌથી લાંબા અંતરના ગોલનો રેકોર્ડ તોડી નાખશે. કેબ્રેસેલે કોલો-કોલોને 3-1થી હરાવ્યું હતું.

બીજી ટીમનો ગોલકીપર બોક્સની બહાર હતો
મેચ ચિલીની કોબ્રેસલ અને કોલો-કોલો ટીમની વચ્ચે ચાલી રહ્યો હતો. કોબ્રેસલ ટીમ 77મી મિનિટે પહેલેથી જ 2-0થી આગળ ચાલી રહી હતી. કાબ્રેસલના ગોલકીપર લિએન્ડ્રો રિકેનાએ પેનલ્ટી બોક્સમાં જ લાંબો શોટ હિટ કર્યો હતો. આ દરમિયાન કોલો-કોલો ટીમના ગોલકીપર બ્રાય કોર્ટેસ પેનલ્ટી બોક્સની બહાર હતો. બોલ આવ્યો અને તેના માથા પરથી ઉછળીને ગોલપોસ્ટમાં જતો રહ્યો હતો.

35 વર્ષનો ગોલકીપર લિએન્ડ્રા રિકેનાએ 2019માં ક્લબ જોઇન કર્યું હતું.
35 વર્ષનો ગોલકીપર લિએન્ડ્રા રિકેનાએ 2019માં ક્લબ જોઇન કર્યું હતું.

ચિલી ફૂટબોલ ફેડરેશન ઑફિશિયલ્સને મોકલશે
ગોલ સ્કોર કરનાર પ્લેયર રિકેનાએ ચિલીના એક રેડિયો શોમાં કહ્યું હતું કે 'મેં ક્લબ મેનેજર જુઆન સિલ્વાને પૂછ્યું કે શું રેકોર્ડ બની શકે છે. ત્યારે તેઓ હા પાડી હતી. હવે અમે એ જોવા માગીએ છીએ કે હકિકતમાં દૂરી કેટલી હતી, ચિલી ફૂટબોલ ફેડરેશન મેદાનની લંબાઈ જોવા માટે ઑફિશિયલ્સને મોકલશે. આખું ફૂટોબલ ગ્રાઉન્ડ 150 મીટર લાંબુ છે.'

હાલનો વર્લ્ડ રેકોર્ડ 96.01 મીટર છે