તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Glenn Maxwell's Romantic Post, First Anniversary Of His Engagement To Indian Girl Vinnie Raman

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેક્સ-વિનીના પ્રેમમાં:ઈન્ડિયન ગર્લ વિની રમણ સાથેની સગાઈની ફર્સ્ટ એનિવર્સરી, ગ્લેન મેક્સવેલે કરી રોમાન્ટિક પોસ્ટ

7 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પોતાની એન્ગેજમેન્ટ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો છે. મેક્સવેલે પોતાની એન્ગેજમેન્ટને એક વર્ષ પૂરાં થતાં પોતાની ફિયાન્સ વિનિ રમણની સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી છે. આ તસવીરને શેર કરતાં તેને ખાસ મેસેજ લખ્યો છે.

ગ્લેન મેક્સવેલે લખ્યું કે, '1 વર્ષ પહેલાં મેં જે સાહસભર્યું કામ કર્યું હતું જે એક ઈન્સાન કરી શકે છે. લવ યૂ @vini.raman અને હવે હું તારી સારી બૂઢો અને સુસ્ત થવાની રાહ ન જોઈ શકું.'

સગાઈને એક વર્ષની ઉજવણી
ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ઘણાં સમયથી ભારતીય મૂળની વિની રમણને ડેટ કરી રહ્યાં હતા. ઘણાં વર્ષો સુધી રિલેશનશિપ પછી બંનેએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરી હતી. ગ્લેન મેક્સવેલ અને વિની રમણે ભારતીય પરંપરા મુજબ સગાઈ કરી હતી. અને ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવાના છે. સગાઈ ભારતીય રંગમાં થઈ હતી, અને મેક્સવેલ શેરવાનીમાં જોવા મળ્યો હતો. ગ્લેનનો ઈન્ડિયન અવતાર તેના ફેન્સને ઘણો જ પસંદ આવ્યો હતો. વિની રમણ સાથે લગ્ન કર્યા બાદ મેક્સવેલ શોન ટેટ પછી બીજા ઓસ્ટ્રેલિયા ખેલાડી બની જશે, જેને ભારતીય મૂળની યુવતીને પોતાની દુલ્હન બનાવી છે.

કોણ છે વિની રમણ?
ગ્લેન મેક્સવેલની ફિયાન્સી વિની રમણ મૂળ ભારતીય છે. વિની મેલબર્નમાં રહે છે, જે એક ફાર્માસિસ્ટ છે. મેક્વેલ અને વિની સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અનેક વખત સ્ટેડિયમમાં વિનીને મેક્સવેલ માટે ચીયર કરતા પણ જોવા મળી છે. થોડાં સમય પહેલાં જ વિનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના સંબંધને લઈને ઘણાં જ ખુલાસાઓ કર્યા છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તે પહેલી વખત ગ્લેનથી 7 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2013માં મળ્યા હતા.

2013માં મળ્યા અને 2018થી ડેટીંગ શરૂ
વિની રમણ અને ગ્લેન મેક્સવેલ વચ્ચે પહેલી મુલાકાત બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સના એક ઈવેન્ટમાં થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને મુલાકાત શરૂ થઈ. જો કે બંનેએ વર્ષ 2018માં એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. વિનીએ જણાવ્યું કે ગ્લેન જ હતા જેને પોતાના દિલની વાત પહેલાં કરી હતી. વિનીએ તેમ પણ જણાવ્યું કે ગ્લેન ઘણો જ ગુસ્સાવાળો છે જ્યારે વિની ઘણી જ ઈમોશનલ છે.

શેન ટોટે પણ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા
આ પહેલાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન ટેટે પણ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. શેન ટેટએ વર્ષ 2014માં માસૂમ સિંધા સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ફાસ્ટ બોલર શેન ટેટ અને માસૂમ વચ્ચેની મુલાકાત IPLની એક પાર્ટીમાં થઈ હતી. જેના થોડાં દિવસ બાદ જ બંને લગ્નના બંધનમાં બંધાય ગયા હતા.

મેક્સવેલને માનસિક બીમારી સમયે વિનીએ આપ્યો પૂરો સાથે
મેક્સવેલ ઘણાં લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યાો હતો. સૂત્રોનું માનવામાં આવે તે મેક્સવેલ માનસિક રીતે થોડો બીમાર હતો અને આ કારણે જ તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. મેક્સવેલની માનસિક સ્થિતિ સમયે વિનીએ તેને ઘણો જ સપોર્ટ આપ્યો હતો. અને તે એકલી જ હતી કે જેને ગ્લેનને આ અંગે વાત કરવાનું કહ્યું હતું. આ અંગે ગ્લેને પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિનીએ જ મને આ અંગે વાત કરવાની સલાહ આપી હતી, જેના માટે મેં તેને થેન્ક્યૂ કહ્યું હતું. વિની સાથે આ અંગે વાત કર્યા બાદ મને એવું લાગ્યું કે જાણે મારા ખભ્ભા પરથી કોઈ બોજ ઉતરી ગયો. મને તે સમયે બહાર કાઢવામાં વિનીએ ઘણો જ મોટો રોલ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો