• Gujarati News
  • Sports
  • Germany's Kimich Saves The Team From Defeat By Scoring A Goal Before Full Time, Draw The Match Against Italy

UEFA નેશન્સ કપ:જર્મનીના કિમિચે ફુલ ટાઈમ અગાઉ ગોલ કરી ટીમને હારથી બચાવી, ઈટાલી સામેની મેચ ડ્રો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જર્મનીના જોશુઆ કિમિચે ફુલ ટાઈમ અગાઉ ગોલ કરી ટીમને હારથી બચાવી. જર્મનીએ UEFA નેશન્સ કપમાં પોતાની પ્રથમ મેચમાં ઈટાલી સામે 1-1થી ડ્રો રમ્યું. હાફ ટાઈમ સુધી બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી. ફુલ ટાઈમ અગાઉ ઈટાલીના લોરેન્જો પેલોગ્રિનીએ 70મી મિનિટે ગોલ કરી ટીમને લીડ અપાવી હતી. જર્મનીના જોશુઆ કિમિચે 73મી મિનિટે ગોલ કરી સ્કોર બરાબરીએ પહોંચાડ્યો હતો અને અંતિમ સમય સુધી આ જ સ્કોર રહ્યો. જર્મની 1 પોઈન્ટ સાથે પોતાના ગ્રૂપમાં બીજા ક્રમે અને ઈટાલી ત્રીજા ક્રમે છે. અન્ય મેચમાં હંગરીએ ઈંગ્લેન્ડને 1-0થી અને તુર્કિયેએ ફરો આઈલેન્ડ્સને 4-0થી હરાવ્યું. અન્ય મેચમાં હંગરીએ ઈંગ્લેન્ડને 1-0થી અને તુર્કિયેએ ફરો આઈલેન્ડ્સને 4-0થી હરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...