64 વર્ષ પછી ફૂટબોલ વર્લ્ડ કપ રમનારી વેલ્સની ટીમના કેપ્ટન ગેરેથ બેલે ક્લબ અને ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
33 વર્ષના આ સ્ટ્રાઇરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. તેણે પોતાના પરિવાર, દોસ્ત અને ફેન્સનો આભાર માન્યો હતો.
તેણે લખ્યું હતું કે 'મેં ક્લબ અને ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરું છું. હું આ ગેમને રમવા માટે ભાગ્યશાળી છું. આ ગેમથી મેં ઘણી શાનદાર મોમેન્ટ્સ જોઈ છે. 17 સિઝન, જેને ફરી રિપિટ કરવું અઘરું રહેશે.'
ગેરેથ બેલે વેલ્સને 2 યૂરોપિયન ચેમ્પિયન જિતાડવામાં મહત્ત્વી ભૂમિકા ભજવી છે. તેણે પોતાની ટીમને યૂરો 2016ના સેમિફાઈનલ સુધી પહોંચાડી હતી. લોસ એન્જલસના ફોરવર્ડ પ્લેયર અગાઉ સાઉથેમ્પટન, ટોટેનહામ અને રિયલ મેડ્રિડ તરફથી પણ રમી ચૂક્યો છે.
ગેરેથ બેલની સોશિયલ મીડિયા પોસ્ટ...
એકમાત્ર ગોલ કરીને ટીમને હારથી બચાવી હતી
ગેરેથ બેલે કતારમાં રમાયેલા વર્લ્ડ કપ મેચમાં ગોલ કરીને પોતાની ટીમને હારથી બચાવી હતી. તેની ટીમ વેલ્સ 80 મિનિટ સુધી 0-1થી પાછળ રહી હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે વેલ્સ હારી જશે. જોકે બેલે મેચની 82મી મિનિટે ગોલ કરીને ટીમને હારથી બચાવી લીધી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.