વિરાટનું રિપ્લેસમેન્ટ કોણ?:રોહિત શર્માને નહીં રાહુલને ભવિષ્યમાં કેપ્ટન તરીકે જોવા માંગે છે ગાવસ્કર

એક મહિનો પહેલા
રાહુલને ભવિષ્યમાં કેપ્ટન તરીકે જોવા માંગે છે ગવાસ્કર
  • વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા ભારતના ટી-20મા કેપ્ટન બનવા તૈયાર

વિરાટ કોહલીની જગ્યાએ હવે રોહિત શર્મા ભારતની ટી-20 ટીમના કેપ્ટન બનવા માટે તૈયાર છે. કોહલીની ટી-20 વિશ્વકપ પછી ટી-20 કેપ્ટનશીપ પદથી હટવાની જાહેરાત પછી સીનિયર સુનીલ ગાવસ્કરે એક મોટું નિવેદન આપ્યું છે. ગવાસ્કરને લાગે છે કે, કે.એલ રાહુલમાં કેપ્ટનશીપ સંભાળવાની ક્ષમતા છે. તેમને ભારતીય ક્રિકેટ ટીમને ભવિષ્યના કેપ્ટન બનાવવાની તૈયારી કરવી જોઈએ.

ગાવસ્કરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, આ સારી વાત છે કે, બીસીસીઆઈ આગામી સમય વિશે વિચારે છે. ભવિષ્ય વિશે વિચારવું ખૂબ મહત્વનું છે. તેમણે કહ્યું કે, જો ભારત નવો કેપ્ટપ બનાવવાની તૈયારી વિશે વિચારતાં હોય તો કે.એલ. રાહુલને બનાવી શકાય છે. તેણે હંમેશા સારુ પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડમાં પણ તેની બેટિંગ સારી હતી. તે આઈપીએલ અને 50 ઓવરની ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરે છે. તેને કેપ્ટન બનાવી શકાય છે.

રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સના કેપ્ટન છે
રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સના કેપ્ટન છે

રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સના કેપ્ટન છે. ગાવસ્કરે કહ્યું કે, રાહુલે આપીએલમાં ખૂબ પ્રભાવશાળી કેપ્ટનશીપ નીભાવી છે. તેણે કેપ્ટનશીપનો ભાર કદી તેની બેટિંગ ઉપર દેખાવા દીધો નથી. તેથી તેના નામ પર વિચાર કરી શકાય છે.

બીજી બાજું મીડિયા રિપોર્ટનું માનીએ તો વિરાટ કોહલી પસંદગી સમીતિ પાસે આ પ્રસ્તાવ લઈને ગયા હતા કે રોહિતને એક દિવસ માટે વાઈસ કેપ્ટનથી હટાવવો જોઈએ, કારણકે તે 34 વર્ષનો છે. તે ઈચ્છે છે કે, એક દિવસ માટે વાઈસ કેપ્ટન કે.એલ રાહુલને બનાવવામાં આવે. જ્યારે ટી-20માં આ જવાબદારી પંત સંભાળે.

અન્ય સમાચારો પણ છે...