તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં કોમેન્ટરી પર વિવાદ:અનુષ્કાની બોલિંગ પર વિરાટની પ્રેક્ટિસનો ઉલ્લેખ કરી ટ્રોલ થયા ગાવસ્કર ; અનુષ્કાએ કહ્યું- મને ઘસેડવાનું ક્યારે બંધ કરાશે

દુબઈ7 મહિનો પહેલા
ડાબી બાજુનો ફોટો વિરાટે 27 ઓગસ્ટે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે જ તેણે આવતા વર્ષે જાન્યુઆરીમાં પિતા બનવાની જાણકારી આપી હતી. - Divya Bhaskar
ડાબી બાજુનો ફોટો વિરાટે 27 ઓગસ્ટે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે જ તેણે આવતા વર્ષે જાન્યુઆરીમાં પિતા બનવાની જાણકારી આપી હતી.
 • લિટલ માસ્ટર તરીકે જાણીતા ગાવસ્કરે કોમેન્ટરી દરમિયાન વિરાટ અને અનુષ્કા વિશે ટિપ્પણી કરી હતી
 • ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં આરસીબીને કિંગ્સ ઇલેવન પંજાબ સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુરુવારે રાત્રે IPL મેચમાં કોમેન્ટરી દરમિયાન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અંગત જીવન વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ તો એવું કહ્યું કે ગાવસ્કર જેવા મહાન ક્રિકેટર પાસેથી આવા પ્રકારનાં શબ્દો અને ભાષાની અપેક્ષા ક્યારેન ન હતી. ગાવસ્કરે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ દરમિયાન વિરાટ અને અનુષ્કા પર ટિપ્પણી કરી હતી.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને વિવાદિત ટિપ્પણી સામે જવાબ આપ્યો છે, અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે 'મિસ્ટર ગાવસ્કર, હું આપના નિવેદન સામે કંઇક કહેવાનું પસંદ કરીશ. આપને આ પ્રકારની વાત કરવાની જરૂર શું હતી, જેમાં પતિના ખરાબ પ્રદર્શન માટે મેટનીને જવાબદાર ગણવામાં આવે. મને વિશ્વાસ છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તમે કોમેન્ટરી દરમિયાન દરેક ક્રિકેટરની અંગત જિંદગીને રમતથી દૂર રાખ્યા છે. શું તમને એવું નથી લાગતું કે મારા અને વિરાટના કિસ્સામાં પણ આવું જ થવું જોઈએ.

અનુષ્કાએ આગળ લખ્યું- મને લાગે છે કે મારા પતિના ખરાબ પ્રદર્શનનેજણાવવા માટે આપની પાસે અનેક શબ્દ અને વાક્યો જરૂર હશે. શું આમાં મારુ નામ જોડવું જરૂરી હતુ? આ 2020 ચાલી રહ્યું છે. પણ મારા માટે હજી સુધી વસ્તુઓ બદલાઇ નથી. રમતના મામલામાં મને અથવા મારુ નામ ઘસેડવાનું ક્યારે બંધ કરવામાં આવશે. ક્યારે આ પ્રકારના વિવાદિત નિવેદનબાજી બંધ થશે.

આવું કહ્યું હતું ગાવસ્કરે

ગાવસ્કરે આ ટિપ્પણી આરસીબીની ઇનિંગની ત્રીજી ઓવરમાં કરી હતી. કહ્યું- તે (વિરાટ) જાણે છે કે તે જેટલી વધારે પ્રેક્ટિસ કરે તેનાથી જ તે સારું બની શકે છે. અને જ્યારે લોકડાઉન હતું, ત્યારે તેણે માત્ર અનુષ્કાની બોલિંગની જ પ્રેક્ટિસ કરી હતી. તે વિડિઓ જુઓ તેનાથી કંઇપણ બનાવવાનું નથી. આના પર, સાથી કમેંન્ટરની સાથે તેમના એપાર્ટમેન્ટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એટલી પણ ગોપનીયતા ન હતી. કોઈએ તેની સાથેની બિલ્ડિંગમાંથી તેનો વીડિયો પણ લીધો હતો.

વિરાટ ફ્લોપ રહ્યો હતો
RCBના કેપ્ટન વિરાટ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ તમામ મોરચે નિષ્ફળ રહ્યો. ફિલ્ડિંગ દરમિયાન તેણે લોકેશ રાહુલના બે કેચ છોડ્યા હતા. રાહુલે 132 રન બનાવ્યા હતા. બાદમાં આરસીબી એકલા રાહુલની બરાબર સ્કોર પણ કરી શકી નહીં. વિરાટની બેટિંગ અને કેપ્ટનશિપ પર પણ સવાલ ઊઠ્યા હતા. તેણે જોશ ફિલિપ જેવા યુવા બેટ્સમેનને પોતાની ઉપર બેટિંગ કરવા મોકલ્યો. ફિલિપ કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી બેટિંગ માટે આવેલા કોહલી પાંચ બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો.

વિરાટના પ્રશંસકો નારાજ
ગાવસ્કરની આ ટિપ્પણી વિરાટના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાક ચાહકોએ BCCI સમક્ષ ગાવસ્કરને કોમેન્ટરી પેનલમાંથી હટાવવાની માગ કરી હતી.

એક પ્રશંસકે કહ્યું- જો ગાવસ્કર જેવા મહાન ખેલાડી કોમેન્ટરી દરમિયાન અનુષ્કા અને વિરાટના અંગત જીવન પર ટિપ્પણી કરે છે, તો એ એક શરમજનક હરકત છે. બીજા ચાહકે કહ્યું- એ ખૂબ જ શરમજનક છે. ખેલાડીના જીવનમાં સારા અને ખરાબ સમય આવતો જ હોય છે. ગુરુવારની મેચ વિરાટ માટે સારી સાબિત થઈ નહોતી.

ગાવસ્કરનાં નિવેદન સામે લોકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ગાવસ્કરનાં નિવેદન સામે લોકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આપ સન્માન ગુમાવી ચૂક્યા છો
વિરાટના ચાહકો જ નહીં, પણ કેટલાક સામાન્ય ક્રિકેટચાહકોએ પણ ગાવસ્કરનાં નિવેદનને બેજવાબદાર ગણાવ્યાં છે. એક યુઝરે કહ્યું- ગાવસ્કર સાહેબ, તમે અમારી નજરમાં પડી ગયા છો, તમે સન્માન ખોઈ બેઠા છો. આ વિધાન તમારી માનસિકતાને રજૂ કરવા માટે પૂરતું છે. બીજા એક યુઝરે કહ્યું - ગાવસ્કરે તેમનાં નિવેદન માટે માફી માગવી જોઈએ.

કેટલાક ચાહકોએ કહ્યું હતું કે હવે તે ગાવસ્કર પ્રત્યેનું સન્માન સમાપ્ત થઈ ગયું.
કેટલાક ચાહકોએ કહ્યું હતું કે હવે તે ગાવસ્કર પ્રત્યેનું સન્માન સમાપ્ત થઈ ગયું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો