• Gujarati News
  • Sports
  • Futsal Small fast Format, The Footballers Holding Its National Championship Will Be Technically Strong; There Will Be A Platform To Showcase Talent: Kushal Das

ભાસ્કર ઇન્ટરવ્યૂ:ફૂટસલ નાનું-ઝડપી ફોર્મેટ, તેની નેશનલ ચેમ્પિયનશિપ યોજાતા ફૂટબોલર્સ ટેક્નિકલી મજબૂત થશે; ટેલેન્ટ બતાવવા માટે પ્લેટફોર્મ મળશેઃ કુશલ દાસ

ચંદીગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુશલ દાસ - ફાઇલ તસવીર - Divya Bhaskar
કુશલ દાસ - ફાઇલ તસવીર
  • દિલ્હી એફસીએ મોહમ્મડન એસસીને 7-2થી હરાવી ટાઈટલ જીત્યું, ડેબ્યૂ સિઝનમાં 16 ક્લબોએ ભાગ લીધો
  • ભારતમાં ફૂટબોલના નાના ફોર્મેટ ‘ફૂટસલ’નો પ્રયોગ, પ્રથમવાર નેશનલ ફૂટસલ ચેમ્પિ. યોજાઈ

સંપૂર્ણ વિશ્વમાં રમતો ઝડપી બનવાની સાથે નાના ફોર્મેટમાં આવી રહી છે. ક્રિકેટ-બાસ્કેટબોલના શોર્ટ ફોર્મેટ બાદ ભારતમાં ફૂટબોલના શૉર્ટ ફોર્મેટ ફૂટસલનો પ્રયોગ હાથ ધરવામા આવી રહ્યો છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને હાલમાં જ પ્રથમ નેશનલ ક્લબ ફૂટસલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું. જેમાં 16 ટીમોએ ભાગ લીધો. ફેડરેશનના જનરલ સેક્રેટરી કુશલ દાસે જણાવ્યું કે, આ ફોર્મેટ રમતને એક ડગલું આગળ લઈ જશે. આ સાથે નાનું ફોર્મેટ ટેક્નિકલી વધુ મજબૂત થશે.

પ્રશ્નઃ ફૂટસલ ચેમ્પિ. પ્રથમવાર યોજાઈ, આ અંગે કેટલો ઉત્સાહ હતો?
જવાબઃ આ ભારતીય ફૂટબોલ માટે શાનદાર વાત છે. આશા છે કે, તે નવી સફળતાઓ મેળવશે. અમે અત્યારે બીજી કે ત્રીજી સિઝનનું આયોજન કરી રહ્યાં હોત, પરંતુ કોરોનાને કારણે આમ થઈ શક્યું નહીં. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ ખેલાડીઓને પોતાની સ્કિલ્સ દેખાડવા પ્લેટફોર્મ આપી રહ્યું છે. ફૂટસલ તમામ વયના લોકો માટે છે, શોખીનથી લઈ પ્રોફેશનલ્સ માટે પણ છે. તે ઝડપી, રોમાંચક અને આકર્ષક પણ છે.

પ્રશ્નઃ શું ટ્રેડિશનલથી નાના ફોર્મેટ પર આવવામાં સમય લાગી શકે છે?
જવાબઃ તેના નિયમ થોડા જુદા છે, પરંતુ મૂળ વાતો સમાન છે. ઘણા મોટા ફૂટબોલર્સે તેને રમત તરીકે સ્વીકારી છે. ફૂટસલ પ્લેયરે ઝડપી નિર્ણય લેતાં શીખવું પડે છે. જે તેમના બેઝિક્સને મજબૂત કરે છે. ખેલાડીઓ ટેક્નિકલી પણ વધુ મજબૂત બને છે.

પ્રશ્નઃ શું ભારતમાં ફેન્સ ફૂટસલને પસંદ કરી રહ્યાં છે?
જવાબઃ
અમે પ્રથમ ડગલું ભર્યું છે અને ચેમ્પિયનશિપમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. અમે સ્ટેટ એસોસિએશન પાસેથી આશા રાખીએ છીએ કે, તેઓ પોતાના જીલ્લા, યુનિટ, શાળાના સ્તરે પણ નાના ફોર્મેટની ટૂર્નામેન્ટનું આયોજન કરે. ફૂટસલ લીગને દરેક સ્થળે અને મજબૂત રીતે યોજવાની જરૂર છે. આગામી વર્ષોમાં તેની લોકપ્રિયતામાં વધારો જોવા મળી શકે છે. આપણે બધાએ આ માટે યોગદાન આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે...