પ્રો-કબડ્ડી લીગ:આજથી 12 ટીમો ‘પંગો’ લેવા ઉતરશે

બેંગલુરુએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ ફેઝનો શેડ્યૂલ જાહેર થયું, જેમાં 66 મેચ રમાશે

25 મહિનાના બ્રેક બાદ બુધવારથી પ્રો-કબડ્ડી લીગ ફરી યોજાઈ રહી છે. આ ટૂર્નામેન્ટનું આયોજન બેંગલુરુના શેરેટન ગ્રાન્ડ વ્હાઈટ-ફિલ્ડ હોટલ અને કન્વેન્શન સેન્ટરમાં થઈ રહ્યું છે. ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. તમામ એકબીજા સામે 2-2 મેચ રમશે. હાલ પ્રથમ ફેઝનું શેડ્યૂલ સામે આવ્યું છે.

જેમાં 66 મેચ રમાશે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમવાર ફેન્સને ટ્રિપલ હેડર જોવા મળશે, એટલે કે પ્રથમ દિવસે 3 મેચ રમાશે. સિઝનના પ્રથમ 4 દિવસ રોજ 3-3 મેચ રમાશે. તે પછી દર શનિવારે 3-3 મેચ રમાશે. અન્ય દિવસોમાં રોજ 2 મેચ રમાશે. ટૂર્નામેન્ટનો પ્રારંભ બેંગલુરુ બુલ્સ અને યુ મુમ્બાની મેચ સાથે થશે.

તે પછી તેલુગુ ટાઈટન્સ અને તમિલ થલાઈવાઝ વચ્ચે મેચ રમાશે. પ્રથમ દિવસે અંતિમ મેચ બંગાલ વોરિયર્સ અને યુપી યોદ્ધા વચ્ચે રમાશે. પ્રથમ મેચ સાંજે 7.30, બીજી 8.30 અને ત્રીજી 9.30 કલાકે શરૂ થશે.

 • યુપી યોદ્ધાઃ ટીમ સતત 3 સિઝનની પ્લેઓફમાં પહોંચી છે, પરંતુ જીત હાંસલ કરી શકી નથી. પ્રદીપ નરવાલને કારણે રેઈડમાં તેમની તાકાત વધશે. તેનો સાથ આપવા શ્રીકાંત, નિતેશ અને સુમિત છે.
 • યુ મુમ્બાઃ બીજી સિઝનની ચેમ્પિયનના મુખ્ય ખેલાડી અભિષેક અને ફઝલ અત્રાચલીને રિટેન કર્યા. ઓછા બજેટને કારણે મજબૂત ટીમ બનાવી શક્યા નહીં.
 • તેલુગુ ટાઈટન્સઃ ટીમ ગત સિઝનમાં 11માં ક્રમે હતી. ટીમની આશા ફરીવાર સ્ટાર રેઈડ સિદ્ધાર્થ દેસાઈ પર ટકેલી છે.
 • તમિલ થલાઈવાઝઃ ટીમ ત્રણેય સિઝનમાં અંતિમ સ્થાને રહી. આ વખતે હરાજી તેની માટે ખાસ નહોતી રહી. એવામાં ટીમથી વધુ આશા રાખી શકાય તેમ નથી.
 • બંગાલ વોરિયર્સઃ ટીમે ગત સિઝનમાં મનિન્દર વિના જ ફાઈનલ જીતી હતી. ટીમે મુખ્ય ખેલાડીઓને રિટેન કર્યા છે. આ સાથે જ રિશાંક દેવાડિગા અને ઈરાનના અબોઝર મિઘાનીને ટીમમાં સામેલ કર્યા છે.
 • બેંગલુરુ બુલ્સઃ છઠ્ઠી સિઝનની ચેમ્પિયન ટીમ ગત વખતે સેમિફાઈનલમાં પહોંચી હતી. રેડર પવન સેહરાવત પર ફરીવાર ટીમને જીતાડવાની જવાબદારી રહેશે.
 • દબંગ દિલ્હીઃ ગત વખતની ફાઈનલિસ્ટ દિલ્હી માટે નવીન કુમાર ફરી મહત્ત્વપૂર્ણ રહેશે. પરંતુ ટીમે અજય ઠાકુર, સંદીપ નરવાલ, મંજીત છિલ્લર અને જોગિન્દર નરવાલ જેવા અનુભવીને સામેલ કર્યા છે.
 • ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સઃ ટીમે 3 સિઝન રમી છે અને 2 વખત ફાઈનલમાં પહોંચી. પરંતુ ટાઈટલ જીતી શકી નથી. ડિફેન્સ ટીમની સૌથી મોટી તાકાત. પરંતુ રેઈડરે નિરાશે કર્યા છે.
 • હરિયાણા સ્ટિલર્સઃ વિકાસ કંડોલાએ ગત સિઝનમાં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. સુરેન્દ્ર નાડાએ વાપસી કરી. તેની ફિટનેસ પર ઘણું નિર્ભર રહેશે.
 • જયપુર પિન્ક પેન્થર્સઃ પ્રથમ સિઝનની વિજેતા સ્ટાર ખેલાડીઓથી ભરપૂર છે. પરંતુ ગત સિઝનમાં ટીમ પ્લેઓફમાં નહોતી પહોંચી. છતાં મુખ્ય ખેલાડીઓને રિટેન કર્યા.
 • પટના પાઈરેટ્સઃ પ્રદીપ નરવાલ હવે 3 વખતની ચેમ્પિયન ટીમનો ભાગ નથી. પરંતુ સચિન, મોનૂ ગોયત અને પ્રશાંત રાય થકી આ ખોટ ભરવાનો પ્રયાસ કર્યો છે.
 • પુણેરી પલટનઃ ગત સિઝનમાં કોચ અનૂપ કુમારે પ્રભાવિત કર્યા પરંતુ મોટા ખેલાડીઓ નિષ્ફળ રહ્યાં. આ વખતે ટીમે બલદેવ અને વિશાલ ભારદ્વાજ થકી ડિફેન્સ મજબૂત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...