• Gujarati News
  • Sports
  • From The 22nd Season Of The 8th Season Of Pro Kabaddi, All The Matches Will Be Played At One Place

પ્રો-કબડ્ડી લીગ:પ્રો-કબડ્ડીની 8મી સિઝન 22 ડિસે.થી, એક જ સ્થળ પર તમામ મેચ રમાશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્શકોને પ્રવેશ નહીં મળે, કોરોનાના કારણે ગત વર્ષે લીગ રમાઇ ન હતી

બે વર્ષના અંતરાલ બાદ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ) ની 8મી સિઝનની શરૂઆત થઇ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત 22 ડિસેમ્બરે થશે. કોરોના મહામારીના કારણે એક જ સ્થળ પર તમામ મેચ રમાશે. ટુર્નામેન્ટ સમયે દર્શકોને પ્રવેશ નહીં મળે.

ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દર્શકો વગર લીગનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે 2020માં લીગનું આયોજન થઇ શક્યું ન હતું. આ વર્ષે લીગની તમામ મેચ બેંગલુરુમાં રમાશે. લીગના કમિશનર અનુપમ ગોસ્વામીએ કહ્યું, ‘બેંગલુરુમાં સુરક્ષાના તમામ ઉપાયોની સાથે મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજન માટે તમામ પ્રકારની સુવિધા છે.’

કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ લીગનું સ્વાગત કર્યું છે. તેણે કહ્યું કે કબડ્ડી ભારતની સ્વદેસી રમત છે. તે કર્ણાટકમાં લોકપ્રિય છે. અમે અમારા રાજ્યમાં આગામી પ્રો-કબડ્ડી લીગના આયોજનનું સ્વાગત કરીએ છીએ. તો આયોજકોનું કહેવું છે કે લીગ સરકારી નિયમોનું પાલન કરવા માટે પ્રોટોકોલ લાગુ કરશે. બાયો-બબલ બનાવવા માટે વિશેષ સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...