ભાસ્કર વિશેષ:કોમનવેલ્થમાં હેર ડ્રેસરથી લઈ યુએનની એમ્બેસેડર ઉતરશે

બર્મિંગહામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા અમુક ખેલાડીઓનો રસપ્રદ વ્યવસાય

ગુરુવારે ઓપનિંગ સેરેમનીની સાથે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સનો સત્તાવાર રીતે પ્રારંભ થયો. 22માં ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં 72 દેશના 5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. તેમાંથી અમુક ખેલાડીના વ્યવસાય રમતથી અલગ છે. જાણો આવા જ 2 ખેલાડી વિશે...

ફોકલેન્ડ આયર્લેેન્ડના ઝેવિયર ફુલ ટાઈમ હેર ડ્રેસર અને પાર્ટ ટાઈમ ટેબલ ટેનિસ ખેલાડી છે
36 વર્ષીય ઝેવિયર સોટોમેયર ફોકલેન્ડ આયલેન્ડનું ટેબલ ટેનિસમાં પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર પેડલર છે. આ દક્ષિણ એટલાન્ટિક ટાપુના સમૂહ પર માત્ર 3 સલૂન છે, જેમાંથી એક પર ઝેવિયર કામ કરે છે. તે આ આઈલેન્ડથી ગેમ્સમાં ભાગ લેનાર એકમાત્ર પેડલર છે. ચિલીના રહેવાસી ઝેવિયરે કહ્યું કે,‘મે 9 વર્ષની વયે રમવાનું શરૂ કર્યું હતું. 12 વર્ષની વયે ચિલીનો નંબર-6 ખેલાડી હતો. હું 5 વર્ષ રમ્યો, પછી અભ્યાસ અને કામને કારણે રમવાનું છોડ્યું. લગભગ 8 વર્ષ અકાઉ ફોકલેન્ડ આયલેન્ડમાં ફરી રમવાનું શરૂ કર્યું.’

વેલ્સની 16 વર્ષીય એના હર્સી અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન સાથે ક્લાઈમેટ કાઈસિસ મુદ્દે કામ કરી ચૂકી છે
એના હર્સીએ કોમનવેલ્થમાં ભાગ લીધો અને સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કર્યું છે અને તે પણ માત્ર 16 વર્ષની વયે. હવે તેનો આગામી લક્ષ્યાંક કોમનવેલ્થ ગેમ્સ છે, જેમાં તે ટેબલ ટેનિસમાં વેલ્સનું પ્રતિનિધિત્વ કરશે. આ તેની બીજી કોમનવેલ્થ ગેમ્સ રહેશે. તે પર્યાવરણ સંરક્ષણ મુદ્દે સતત કામ કરી રહી છે, તે 13 વર્ષની હતી ત્યારે જ જળવાયુ પરિવર્તન પર કામ કરવા માટે યુએન તરફથી ‘યંગ ચેમ્પિયન’નો એવોર્ડ જીત્યો. તે ક્લાઈમેટ ચેન્જ માટે યુએનની એમ્બેસેડર છે. તેણે 2021માં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે જળવાયુ પરિવર્તન મુદ્દે વાત કરી હતી. એનાએ ગત વર્ષે સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સાથે મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...