• Gujarati News
  • Sports
  • From Ananya Pandey To Karisma Kapoor In Qatar, Deepika Padukone To Unveil World Cup Trophy

ફિફા વર્લ્ડ કપમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો:કતારમાં અનન્યા પાંડેથી લઈને કરિશ્મા કપૂર પહોંચ્યાં, દીપિકા પાદુકોણ વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ હવે પૂરો થવામાં છે. અત્યારે સેમિફાઈનલ રમાઈ રહી છે. ત્યારે હવે આ વર્લ્ડ કપમાં બોલિવૂડમાં પણ આ વર્લ્ડ કપનો ક્રેઝ જોવા મળ્યો છે. જ્યાં આ બોલિવૂડ સેલિબ્રિટી પોતાની ફેમિલી સાથે આ વર્લ્ડ કપના આનંદ માણવા માટે કતાર પહોંચી ગયા છે. હાલમાં જ અનન્યા પાંડેએ એક વીડિયો ફેન્સની સાથે શેર કર્યો હતો. જેમાં તે પૂર્વ ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહામને સ્ટેન્ડમાં જોઈને ખુશ થતી નજરે આવી હતી. તેની ઉપરાંત અન્ય સેલિબ્રિટીઝ પણ આ ફિફા વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ જોવા આવ્યા હતા.

એક્ટ્રેસ કરિશ્મા કપૂર
બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પણ પોતાનો ફિફા મોમેન્ટ શેર કર્યો હતો. કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટોઝ અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું કે 'શું અનુભવ છે.' એક્ટ્રેસની આ ફોટો પર સોહા અલી ખાને કમેન્ટ કરી હતી કે 'અમેઝિંગ.'

સાનિયા મિર્ઝાએ પણ ફિફા વર્લ્ડ કપનો આનંદ માણ્યો
હાલ ડિવોર્સના કારણે ખબરમાં રહેલા ટીમ ઈન્ડિયાની લેજેન્ડરી ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાએ પણ આ ફિફા વર્લ્ડ કપનો આનંદ ઉઠાવ્યો હતો. સાનિયાએ પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે 'ફિફા વર્લ્ડ કપ માટે દોહાની આ નાનકડી ટ્રિપ ખૂબ જ અદ્ભુત અને ખાસ છે.' સાનિયાના આ ફોટો પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

નોરા ફતેહીએ પણ ફિફામાં પરફોર્મન્સ આપ્યું હતું
બોલિવૂડની વધુ એક સેલિબ્રિટી નોરા ફતેહીએ પણ ફિફા વર્લ્ડ કપમાં મજા કરી હતી. તેણે તો પરફોર્મન્સ કર્યું હતું. આ વિશેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

મૌની રોય પણ કતાર પહોંચી
બ્રહ્માસ્ત્ર એક્ટ્રેસ મૌની રોયે પણ ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં કતારમાં પહોંચી હતી. જેના ફોટોઝ તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા. ફેન્સે પણ આ ફોટોઝ પર જાત-જાતના રિએક્શન આપ્યા હતા.

સંજય કપૂરે પણ આનંદ કર્યો
બોલિવૂડના વધુ એક એક્ટર સંજય કપૂરે પણ પોતાની ફેમિલી સાથે વર્લ્ડ કપ સેમિફાઈનલ જોવા પહોંચ્યો હતો. તેણે આ મોમેન્ટ્સના ફોટોઝ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાન્ટ પર પોસ્ટ કર્યા હતા.

દીપિકા પાદુકોણ વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે
તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહીએ ડાન્સ કરીને ઈન્ડિયાનો ફ્લેગ લહેરાવ્યો હતો. તો એક્ટ્રેસ દીપિકા પાદુકોણ વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે.

અન્ય સમાચારો પણ છે...