તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • From 2022, FIFA Will Now Have A 1% Stake In Player Transfers, Bringing In More Than 36 362 Million Per Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:2022થી ખેલાડીઓની ટ્રાન્સફર પર ફિફા હવે 1% હિસ્સો લેશે, તેનાથી ફિફાને દર વર્ષે 362 કરોડથી વધુ રકમ મળશે

જ્યુરિખ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાન્સફર ફીથી મળનારી રકમ યુવા ફૂટબોલરોના વિકાસ માટે લગાવાશે

ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ કહ્યું કે 2022થી ખેલાડીઓને ટ્રાન્સફર સંબંધીત તમામ નાણાકીય વ્યવહારને ક્લિયરિંગ હાઉસ પોતે સંભાળશે. આનાથી ઇવેન્ટનું કામ કરવાની રીત અને નિયમોમાં સુધાર આવશે. એટલું જ નહીં ખેલાડીઓની ટ્રાન્સફર પર ફિફા હવે એક ટકા ફી લેશે. તેનાથી ફિફાને દર વર્ષે 50 મીલીયન ડોલર (લગભગ 362 કરોડ) મળશે. જેનાથી આ યુવા ફૂટબોલરોના વિકાસમાં ખર્ચ થશે. ફિફાના પ્રોફેશનલ ફૂટબોલ પ્રમુખ ઓરનેલા ડિફેરી બેલિયાએ કહ્યું, ‘ફૂટબોલમાં થનાર ટ્રાન્સફર સિસ્ટમની અમે સમીક્ષા કરી.

ખેલાડીઓનો ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ બનશે, તેનાથી પૂરી જાણકારી મળશે
બેલિયાએ કહ્યું કે ખેલાડીઓના ટ્રાન્સફર માટે એક સિસ્ટમ આવતા વર્ષ સુધીમાં લાગુ થશે. નવી સિસ્ટમમાં બધા પ્રોફેશનલ ખેલાડીઓને ડિજિટલ પાસપોર્ટ અપાશે. જેમાં કારકિર્દી, ટ્રેનિંગ, ફિટનેસ જેવી જાણકારી રહેશે. તેની મદદથી ફિફા ક્લિયરિંગ હાઉસથી ખેલાડીઓની ટ્રેનિંગનો સંપૂર્ણ ખર્ચ જાણી શકાશે.

ટ્રાન્સફર સિસ્ટમમાં થઇ રહેલ ભ્રષ્ટાચાર રોકવા ટેક્સ લગાવાયો છે
ફિફા ક્લિયરિંગ હાઉસ આ સુનિશ્ચિત કરશે કે ક્લબ સ્તર પર થનાર મની લોન્ડરીંગ, ભ્રષ્ટાચારમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદાનું પાલન થાય. બેલિયાએ કહ્યું કે મને લાગે છે કે આ એક મબત્વપૂર્ણ પગલું છે.

ખેલાડીઓની માર્કેટ વેલ્યુ માટે એક એલ્ગોરિધમ સિસ્ટમ પણ બનશે
​​​​​​​બેલિયાએ કહ્યું કે ક્લબ ફૂટબોલ અને ખેલાડીઓના વિકાસ માટે ફાઇનેંશિયલ ફ્લોને બરોબર કરવાના વિકલ્પો માટે અમે વિચારી રહ્યા છીએ. જલ્દી જ ખેલાડીઓની માર્કેટ વેલ્યુંને નિર્ધારીત કરવા એક એલ્ગોરિધમ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો