ફૂટબોલ:નેશન્સ લીગની ફાઈનલમાં પાછળ રહ્યા પછી ફ્રાન્સની જીત

મિલાન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રાન્સે ફાઈનલમાં 2010ના વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને 2-1થી હરાવ્યું
  • ફ્રાન્સના કેલિયન એમબાપેએ નિર્ણાયકગોલ ફટકાર્યો

ફ્રાન્સ નેશન્સ લીગની ફાઈનલમાં પાછળ રહ્યા પછી સ્પેનને 2-1થી હરાવીને લીગનો બીજો વિજેતા દેશ બન્યો છે. 2019માં પોર્ટુગલ પ્રથમ ચેમ્પિયન બન્યું હતું. ફાઈનલ મેચના પ્રથમ હાફમાં એક પણ ટીમ ગોલ કરી શકી ન હી. મિકેલ ઓયરજાબાલીએ 64મી મિનિટે ગોલ કરીને સ્પેનને લીડ અપાવી દીધી હતી. જોકે, બે મિનિટ પછી જ કરીમ બેન્જેમાએ ગોલ કરીને મેચ 1-1 પર લાવી દીધી હતી.

80મી મિનિટે હર્નાન્ડેઝના પાસ પર ગોલ ફટકારીને કેલિયન એમબાપેએ ફ્રાન્સને નિર્ણીયક લીડ અપાવી દીધી. યુરો-2020માં એમબાપેના પેનલ્ટી ચૂકી જવાને કારણે ફ્રાન્સને બહાર થઈ જવું પડ્યું હતું. ફ્રાન્સે સેમિફાનલમાં પણ પ્રથમ હાફમાં 0-2થી પાછળ રહ્યા પછી બેલ્જિયમને 3-2થી હરાવ્યું હતું. ફ્રાન્સની ટીમ 25 મેચથી અજેય છે.

ટીમ 17 જીતી છે, જ્યારે 8 મેચ ડ્રો રહી હતી. ટીમ અગાઉ બે વખત સતત 27 મેચ સુધી હારી ન હતી. ફ્રાન્સના એન્ટોનિયો ગ્રીઝમેનની આ 100મી ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ હતી. સ્પેનના કેપ્ટન સર્જિયો બસ્કેટ્સને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાયો હતો. લીગની 165 મેચમાં કુલ 376 ગોલ થયા છે. બેલ્જિયમના લુકાકૂ, નોર્ેના અર્લિંગ હાલેન્ડ અને સ્પેનના ફેરેન ટોરેસે સૌથી વધુ 6-6 ગોલ કર્યા હતા.

મેસી 80 ઈન્ટરનેશનલ ગોલ કરનારો પ્રથમ સાઉથ અમેરિકન બન્યો

​​​​​​​

​​​​​વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આર્જેન્ટીનાએ ઉરુગ્વેને 3-0થી હરાવ્યું. આર્જેન્ટીના માટે મેસીએ 38મી, રોડ્રિગોએ 44મી અને માર્ટિનેઝે 62મી મિનિટે ગોલ કર્યા હતા. મેસીનો ઈન્ટરનેશનલ ફૂટબોલમાં 80મો ગોલ છે. તે આમ કરનારો પ્રથમ સાઉથ અમેરિકન ખેલાડી છે. આર્જેન્ટીનાની ટીમ 24 મેચથી હારી નથી. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...