તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Former India Fast Bowler RP Singh's Father Dies Due To Covid, Posted On Social Media

આરપી સિંહના પિતાનું કોરોનાથી નિધન:લખનઉની મેદાંતા હોસ્પિટલમાં લીધોમાં છેલ્લો શ્વાસ, પિતાની દેખરેખ માટે આરપીએ ઠુકરાવી હતી IPLની ઓફર

3 મહિનો પહેલા
પૂર્વ ભારતીય ક્રિકેટર આરપી સિંહ અને તેના પિતા શિવપ્રસાદ સિંહ.
  • કોરોના સંક્રમણ બાદ ચેતન સાકરિયા અને પિયુષ ચાવલાએ પણ પિતા ગુમાવ્યા હતા

પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર રુદ્ર પ્રતાપ સિંહના પિતા શિવપ્રસાદ સિંહનું બુધવારે બપોરે 12 વાગે નિધન થયું છે. લખનઉની મેદાંતા હોસ્પિટલમાં તેમણે છેલ્લો શ્વાસ લીધો. તે છેલ્લા કેટલાલ દિવસોથી બીમાર હતા. ગયા અઠવાડિયે કોરોના સંક્રમિત પણ થયા હતા. આ કારણે જ તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. પિતાની દેખરેખ માટેજ આરપીએ આઇપીએલમાં કોમેન્ટ્રીની ઓફર ઠુકરાવી હતી.

આરપી સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "અમે તમને ખુબ જ દુઃખ સાથે મારા પિતા શિવપ્રસાદ સિંહના નિધનની જાણ કરીએ છીએ. તેઓ કોવિડથી પીડિત થયા પછી 12 મેના રોજ તેમના સ્વર્ગીય નિવાસસ્થાન માટે રવાના થયા હતા. અમે તમને વિનંતી કરી છે કે તેમને તમારા વિચારો અને પ્રાર્થનામાં રાખો. રેસ્ટ ઈન પીસ, પપ્પા."

આરપી સિંહના બાળક સાથે તેમના પિતા શિવપ્રસાદ સિંહ. (ફાઇલ ફોટો).
આરપી સિંહના બાળક સાથે તેમના પિતા શિવપ્રસાદ સિંહ. (ફાઇલ ફોટો).

2007માં ભારતે ટી -20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો, ત્યારે આરપી એ ટીમનો સદસ્ય હતો. તે દેશ વતી 14 ટેસ્ટ, 58 વનડે અને 10 ટી-20 રમ્યો હતો. 2018માં 32 વર્ષની વયે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલ તે સ્ટાર સ્પોર્ટ્સની ટીમ સાથે કોમેન્ટેટર તરીકે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોરોના સંક્ર્મણ બાદ ચેતન સાકરિયા અને પિયુષ ચાવલાએ પણ પિતા ગુમાવ્યા હતા.

પૂર્વ ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યું
આરપીના પિતાના નિધન પર ઘણા ઇન્ટરનેશનલ ક્રિકેટર્સે શોક વ્યક્ત કર્યો. ઈરફાન પઠાણે લખ્યું- આ મુશ્કેલ સમયમાં ભગવાન તમારા પરિવારને શક્તિ આપે. જ્યારે પાર્થિવ પટેલ, રમેશ પવાર, હર્ષલ ગિબ્સ, મુનાફ પટેલ, રાહુલ શર્મા, પ્રજ્ઞાન ઓઝા અને અંકિત સિંહ રાજપૂતે દુઃખ વ્યક્ત કર્યું