તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપા અમેરિકા:ટાઇટલ માટે મેસી અને નેમારની ટીમ વચ્ચે કાંટે કી ટક્કર

રિયો ડિ જનેરિયો17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે વહેલી સવારે 5.30 (IST) વાગે મેચ શરૂ થશે

રવિવારે વહેલી સવારે રમાનાર કોપા અમેરિકા કપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને બ્રાઝિલ વચ્ચેની મેચ ઘણી રોમાંચીત રહેશે. ટાઇટલ માટેની મેચ રવિવારે વહેલી સવારે (ભારતીય સમય પ્રમાણે) 5.30 વાગે શરૂ થશે. એક તરફ ફૂટબોલની કિંગ બ્રાઝિલ ટીમ હશે તો બીજી તરફ મહાધુરંધર આર્જેન્ટિના હશે. પેલે અને રોનાલ્ડો જેવા મહાન ખેલાડીઓવાળા દેશનું પ્રતિનિધિત્વ નેમાર કરશે તો લિયોનલ મેસીનો પ્રયાસ મેરાડોનાની સત્તાને આગળ લઇ જવાનો રહેશે.

ગોલકીપરની રમત: બ્રાઝિલના કોચે ટુર્નામેન્ટમાં કેટલીક મેચમાં અલગ-અલગ ગોલકીપરને રમાડી ચુક્યા છે. એલિસને વધુ મેચમાં રમાડી નથી રહ્યા અને તેની જગ્યાએ એડરસનને વધુ તક આપે છે. એડરસન બંને નોકઆઉટ મેચમાં રમ્યો છે. બ્રાઝિલની ટીમ 6 મેચમાં 2 ગોલ ખાઇ ચુકી છે અને રિપોર્ટ પ્રમાણે કોચ ફાઇનલમાં એલિસનને રમાડી શકે છે. પણ આર્જેન્ટિના સાથે આવું નથી થયું. તે માર્ટિનેજને તક આપી રહ્યા છે અને તેણે પણ ટીમને નિરાશ નથી કર્યા. ત્યાસુધી સેમી ફાઇનલમાં પેનલ્ટી શૂટ-આઉટમાં તેના દ્વારા બચાવવામાં આવેલ ત્રણ પેનલ્ટી પર જ ટીમ ફાઇનલમાં પહોંચી છે.

ડિફેન્સ: બ્રાઝિલનું ડિફેન્સ અત્યાર સુધી દમદાર રહ્યું છે. વિશ્વ ક્વોલિફાયર્સ અને કોપા અમેરિકા મળીને કુલ 12 મેચમાં બ્રાઝિલે માત્ર 4 ગોલ જ ખાયા છે. તો એર્જેન્ટિના માટે મિડફીલ્ડમાં ગોલને પાસ કરવું વધુ મહત્વપુર્ણ રહેશે. ડિફેન્સમાં જર્મન પેલજાને નિકોલસ આટેમેન્ડીનો સાથ મળશે અને બંને ફ્રી કીકમાં તક ઉભી કરે છે. આર્જેન્ટિને જો ડિફેન્સને મજબુત કરવુ હોય તો ટીમે મિડફીલ્ડ મજબુત કરવું પડશે.

મિડફિલ્ડ: બ્રાઝિલના કોચ મેચમાં 4-4-2 ની રણનીતિની સાથે મેદાન પર ઉતરવાનું પસંદ કરે છે. તેના સ્ટ્રાઇકર અને મિડફીલ્ડર બંને મળીને ગોલ કરી શકે છે અને ક્વાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલમાં મિડફીલ્ડર લુકાસના ગોલની મદદથી ટીમ ફાઇનલમાં પહોંચી હતી. મિડફીલ્ડરમાં બોલ પાસ કરવો એ આર્જેન્ટિનાનો મજબુત પક્ષ છે. આર્જેન્ટિનાના કોચ 4-3-3ની સાથે રમવાનું પસંદ કરે છે.

બંને ટીમનો ફાઇનલમાં રેકોર્ડ: આર્જેન્ટિના અને બ્રાઝિલ વચ્ચે ફાઇનલમાં ચાર વાર સામ સામે આવ્યા છે. આર્જેન્ટિનાએ 1937 માં દ.અમેરિકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં બ્રાઝિલને 2-0થી હરાવ્યું હતું. ત્યાર બાદ 2004 કોપા ફાઇનલમાં બ્રાઝિલે પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાને હરાવ્યું. તો 2005 માં જર્મનીમાં કોન્ફેડેરેશન કપની ફાઇનલમાં બ્રાઝિલે 4-1થી આર્જેન્ટિનાને હરાવ્યું હતું. તો 2007 માં કોપા અમેરિકાની ફાઇનલમાં બ્રાઝિલે 3-0થી આર્જેન્ટિનાને હરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...