• Gujarati News
  • Sports
  • For The First Time In 97 Years Of History, The Winter Olympics Will Be A Sport In Which Only Female Athletes Will Participate.

વિન્ટર ઓલિમ્પિક:97 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વિન્ટર ઓલિમ્પિકમાં એક એવી રમત હશે, જેમાં માત્ર મહિલા ખેલાડીઓ જ ભાગ લેશે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિક અંગે ઘણા વિવાદો જોવા મળ્યા છે. તેનો રાજકીય બહિષ્કાર પણ થઈ રહ્યો છે. આ વખતે બૉબસ્લેના મોનોબૉબ ઈવેન્ટને ગેમ્સમાં સ્થાન મળ્યું છે. જેમાં માત્ર મહિલાઓ જ ભાગ લેતી હોય છે. જાણીએ વિન્ટર ગેમ્સ વિશે...

  • આ ગેમ્સ સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી?

પ્રથમ વિન્ટર ઓલિમ્પિક 1924માં શૈમાનિક્સ (ફ્રાન્સ)માં યોજાઈ હતી, જેમાં 16 દેશના 258 ખેલાડીઓ ઉતર્યા હતા. તેમાં 6 રમતોની 16 ઈવેન્ટ યોજાઈ હતી.

  • આ વખતે વિન્ટર ઓલિમ્પિક ક્યારે યોજાશે?

આગામી વર્ષે 4 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન બેઈજિંગમાં યોજાશે. આ પ્રથમ ઘટના છે જ્યારે સમર ઓલિમ્પિકની યજમાની કરનાર દેશ વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરશે.

  • આ વખતે ગેમ્સમાં શું ખાસ રહેશે?

બૉબસ્લેમાં જે ઈવેન્ટ (મોનોબૉબ)ને સામેલ કરાઈ છે, તે રમત માત્ર મહિલા ખેલાડીઓ માટે છે. વિન્ટર ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પ્રથમ તક છે જ્યારે કોઈ ઈવેન્ટ માત્ર મહિલા ખેલાડીઓ માટે યોજાશે.

  • મૉનોબૉબમાં કઈ દેશને જીતની તક વધુ છે?

કેનેડાના કેલી હમ્ફ્રીઝ મોનોબૉબની વર્લ્ડ ચેમ્પિયન છે. પરંતુ આ વખતે તે અમેરિકા તરફથી ગેમ્સમાં ભાગ લેશે. કારણ કે તેને ત્યાંની નાગરિકતા મળી છે. જ્યારે અમેરિકાની એલાના મેયર્સ ટેલરે મોનોબૉબ વર્લ્ડ સીરિઝ જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...