ફિફા વર્લ્ડ કપ હવે પૂરો થવાના આરે છે. ત્યારે આજે મોડી રાત્રે 12:30 વાગે ક્રોએશિયા અને આર્જેન્ટિના વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. ક્રોએશિયાએ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. 2018ના વર્લ્ડ કપમાં પણ ક્રોએશિયાએ ફાઈનલમાં ફ્રાન્સ સામે રમી હતી.
બીજી તરફ આર્જેન્ટિનાને પહેલી મેચમાં સાઉદી અરેબિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પછી આર્જેન્ટિનાએ સતત સારું પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં સ્થાન મળ્યું હતું. આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને ક્વાર્ટર ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. તો ક્રોએશિયાએ વર્લ્ડ કપની દાવેદાર ગણાતી બ્રાઝિલને પરાજય આપ્યો હતો.
બન્ને ટીમની હેડ ટુ હેડ
બન્ને ટીમ છેલ્લીવાર 2018ના વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં મળી હતી. ત્યારે ક્રોએશિયાએ આર્જેન્ટિનાને 3-0થી હરાવ્યું હતું. આ ઉપરાંત બન્ને વચ્ચ અત્યારસુધીમાં 4 વધુ મેચ રમાઈ છે. બન્ને ટીમ વચ્ચે પહેલીવાર 1994માં ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. જે ડ્રો રહી હતી. આ પછી 1998ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના 1-0છી જીતી ગઈ હતી. અને પછી 2006માં રમાયેલી ફ્રેન્ડલી મેચમાં ક્રોએશિયા 3-2થી જીતી ગયું હતું. તો 2014માં રમાયેલી ફ્રેન્ડલી મેચમાં આર્જેન્ટિનાએ 2-1થી મેચ જીતી લીધી હતી.
ક્રોએશિયાને ડ્રો કરવું પસંદ છે!
ક્રોએશિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. ટીમે ગ્રુપ સ્ટેજમાં એક મેચ જીતી અને 2 ડ્રો કરી હતી. આ પછી રાઉન્ડ ઑફ 16માં લુકા મોડ્રિચની ટીમે જાપાનની સામે 1-1થી ડ્રો કરી હતી અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં મેચ જીતી લીધી હતી. ક્રોએશિયાએ આ વર્લ્ડ કપમાં પોતાના 5 મુકાબલામાંથી 4 મેચ ડ્રો રમી અને ડિફેન્સીવ એપ્રોચ અપનાવ્યો હતો.
આર્જેન્ટિનાની સામે ક્રોએશિયાએ ડિફેન્સ મજબૂત રાખવી પડશે. મિડફિલ્ડમાં મેસ્સી ગૈપમાંથી પાસ કરવાની શાનદાર કુશળતા ધરાવે છે. જે અતં ટીમને ગોલ કરવામાં મદદ મળે છે. ટીમના ગોલકીપર લિવાકોવિક સેવ કરવામાં પાવરધો છે. જો મેચ પેનલ્ટી સુધી ગઈ, તો તે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આર્જેન્ટિનાની ડિફેન્સ નબળી છે
આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. પ્રથમ મેચમાં આર્જેન્ટિનાએ સાઉદી અરેબિયા સામેની હાર બાદ શાનદાર પ્રદર્શન કરીને પોતાની તમામ મેચ જીતી લીધી હતી. રાઉન્ડ ઑફ 16માં, આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ પછી, ટીમે ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સ સામેની મેચ જીતી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ગોલ ગુમાવ્યો હતો. આમ, જો ક્રોએશિયા મેચને પેનલ્ટીમાં લઈ જશે તો આર્જેન્ટીના માટે જીતવું મુશ્કેલ બની જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.