તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ |:ફૂટબોલ : ટીમને જીતાડવાનું ઇનામ મળ્યું, સિટીએ ડિ બ્રુએનનો કરાર 2025 સુધી લંબાવ્યો

મેડ્રિડ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માન્ચેસ્ટર સિટી-રિયલ મેડ્રિડે ક્વાર્ટર ફાઇનલમાં પહેલો લેગ જીત્યા
 • માન્ચેસ્ટર સિટી માટે પહેલો ગોલ બ્રુએને કર્યો

માન્ચેસ્ટર સિટી અને રિયલ મેડ્રિડે ચેમ્પિયંસ લીગમાં ક્વાર્ટર ફાઇનલમાં પોતાનો પહેલો લેગ જીતી લીધો છે. માન્ચેસ્ટર સિટીએ સ્થાનિક મેદાન પર જર્મન ક્લબ બોરૂસિયા ડોર્ટમંડને 2-1 થી હરાવ્યું. સિટી તરફથી કેવિન ડિ બ્રુએને 19મી અને ફિલ ફોડેને 90મી મીનીટે ગોલ કર્યો. બોરૂસિયા માટે માર્કો રેઉસે 84મી મીનીટે ગોલ કર્યો. પ્લેયર ઓફ ધ મેચ બ્રુએને ટીમને જીતાડવા માટેનું ઇનામ મળી ગયું. ક્લબે તેનો 2 વર્ષ માટે કરાર વધારી દીધો છે. હવે તેનો કરાર 2025 સુધી થઇ ગયો છે. તે 2015 માં સિટી સાથે જોડાયો હતો. તે બે પ્રીમિયર લીગ, ચાર લીગ કપ અને એક એફએ કપ જીતી ચૂક્યા છે.

રિયલ મેડ્રિડની જીતમાં વિનિસિયસના 2 ગોલ રિયલને સ્થાનિક મેદાન પર લિવરપુલને 3-1 થી હરાવ્યું. વિનિસિયસ જુનિયરએ 27મી, 65મી અને અસેંસિયોએ 36મી મીનીટે ગોલ કર્યો. લિવરપુલ માટે એક માત્ર ગોલ સાલાહએ 51મી મીનીટે કર્યો. 20 વર્ષ 268 દિવસના વિનિસિયસ રિયલ માટે નોકઆઉટ મેચમાં ગોલ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો