• Gujarati News
  • Sports
  • Football: Ronaldo's World Record With His 10th Hat trick In An International Match

વર્લ્ડ કપ યુરોપિયન ક્વોલિફાયર:ફૂટબોલ: આંતરરાષ્ટ્રીય મેચમાં 10મી હેટ્રિકની સાથે રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ

એલ્મેંસિલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોનાલ્ડોએ 2 ગોલ પેનલ્ટી પર કર્યા, તેના હવે 182 મેચમાં 115 ગોલ થયા

વિશ્વનો સૌથી સફળ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જ્યારે પણ મેદાન પર ઉતરે છે, ત્યારે કોઇને કોઇ રેકોર્ડ પોતાના નામે કરે છે. 36 વર્ષના રોનાલ્ડોએ હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. પોર્ટુગલના રોનાલ્ડોએ ફિફા વર્લ્ડ કપ યુરોપિયન ક્વોલિફાયરમાં લક્ઝમબર્ગ સામે ત્રણ ગોલ કર્યા. તેણે 8મી અને 13મી મિનિટે પેનલ્ટી પર જ્યારે 87મી મિનિટે હેડરથી ગોલ કર્યો. બ્રુનો ફર્નાંડેસે 17મી મિનિટે અને અલ્વેસ ગોંકાલેસે 69મી મિનિટે ગોલ કર્યો. પોર્ટુગલના સ્થાનિક મેદાન પર લક્ઝમબર્ગને 5-0થી હરાવ્યું. આ પોર્ટુગલની ક્વોલિફાયરમાં સતત ચોથી જીત હતી. ટીમ 16 પોઇન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. 17 પોઇન્ટ સાથે સર્બિયા પહેલા સ્થાને છે. રોનાલ્ડોની 182 મેચમાં 115 ગોલ થયા છે. આવતા મહિને ફર્નાંડો સાંતોસની પોર્ટુગલ ટીમ આયરલેન્ડનો પ્રવાસ કરતા પહેલા સર્બિયાની યજમાની કરશે. જ્યારે વિજેતા આવતા વર્ષે કતરમાં થનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરશે.

ડેનમાર્કે 100% રેકોર્ડની સાથે 2022 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કર્યું
ડેનમાર્કે ઓસ્ટ્રિયાને 1-0થી હરાવ્યું. માહલેએ 53મી મિનિટે ગોલ કર્યો. ડેનમાર્કે પોતાના ગ્રુપ એફમાં બધી 8 મેચ જીતી અને 100% જીતના રેકોર્ડ સાથે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કર્યું. તો ઇંગ્લેન્ડ અને હંગરીની મેચ 1-1થી ડ્રો રહી. ઇંગ્લેન્ડના સ્ટોન્સ અને હંગરીના સલઈએ પેનલ્ટી પર ગોલ કર્યા. મેચની શરૂઆતની મિનિટમાં હંગરીના ચાહકોની પોલીસ સાથે હાથાપાહી થઇ ગઇ હતી. તો અલ્બાનિયા અને પોલેન્ડની મેચ 20 મિનિટ માટે રોકવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...