તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Football: PSG Was Ahead For 63 Minutes, City Won The First Leg With Two Goals In 8 Minutes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ફૂટબોલ : પીએસજી 63 મિનિટ સુધી આગળ હતી, સિટીએ 8 મિનિટમાં બે ગોલ કરી પ્રથમ લેગ જીત્યો

પેરિસ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્પિયન્સ લીગ સેમિફાઈનલના પ્રથમ લેગમાં માન્ચેસ્ટર સિટી 2-1થી જીતી

ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટીએ પાછળ રહ્યા પછી શાનદાર રમત બતાવીને ચેમ્પિયન્સ લીગની સેમિફાઈનલના પ્રથમ લેગમાં પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી)ને 2-1થી હરાવી છે. પેપ ગુઆર્ડિઓલાની ટીમ પીએસજી ઘર આંગણે વિરોધી ટીમ કરતાં વધુ સકારાત્મક જોવા મળી.

63 મિનિટ સુધી પાછળ રહેનારી માન્ચેસ્ટર સિટીએ 8 મિનિટમાં બે ગોલ ફટકારીને મેચ પર કબ્જો કરી લીધો. પીએસજીના ઈદરિયા ગ્યુયેને સિટીના ઈક્લે ગુંડોગન સાથે માથાકૂટ કરવા માટે 77મી મિનિટે રેડ કાર્ડ બતાવાયું. ત્યાર પછી ટીમને 10 ખેલાડી સાથે રમવું પડ્યું, જેના કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો. બંને વચ્ચે બીજો લેગ 4 મેના રોજ માન્ચેસ્ટરમાં રમાશે. બીજી એક સેમિફાઈનલમાં ચેલ્સી અને રિયલ મેડ્રીડ ટકરાશે. તેમનો બીજો લેગ 5 મેના રોજ લંડનમાં રમાશે.

માન્ચેસ્ટર સિટી માટે કેવિન ડી બ્રુએને 64મી અને રિયાદ મેહરેજે 71મી મિનિટે ગોલ કર્યા, જ્યારે પીએસજી માટે એકમાત્ર ગોલ મારક્વિહોસે 15મી મિનિટે કર્યો હતો. માન્ચેસ્ટર સિટીએ સળંગ 18મી અવે મેચ જીતી છે. આ દરમિયાન ટીમે 46 ગોલ ફટકાર્યા છે, જ્યારે માત્ર 9 ગોલ ખાધા છે. પીએસજીને ચેમ્પિયન્સ લીગમાં માર્ચ 2001 પછી પ્રથમ વખત હાઈટાઈમ સુધી લીડ બનાવ્યા બાદ પણ પરાજયનો સ્વાદ ચાખ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો