યુરો-2020:ફૂટબોલ : ક્રિએશિયાની જીતમાં ચમક્યો સુકાની મોડ્રિક, સ્કોટલેન્ડને 3-1થી હરાવી અંતિમ 16માં પ્રવેશ કર્યો

લંડન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રોએશિયાના સુકાની મોડ્રિક ફિફાનો સર્વ શ્રેષ્ઠ ખેલાડી રહી ચૂક્યો છે

અંતિમ યુરો કપ રમી રહેલ સુકાની લુકા મોડ્રિકના શાનદાર પ્રદર્શનથી ક્રોએશિયાએ સ્કોટલેન્ડને 3-1થી હરાવીને યુરો કપની અંતિમ 16 માં પ્રવેશ કરી લીધો છે. 35 વર્ષીય મોડ્રિકે 62મી મિનિટે ગોલ કર્યો હતો. તો ત્રણ વર્ષ પહેલા ફિફાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બનનાર મોડ્રિકે ટીમના ત્રીજા ગોલમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

તે હવે યુરો કપમાં ગોલ કરવામાં સૌથી યુવા અને સૌથી મોટી ઉમરનો ખેલાડી બની ગયો છે. તેણે 22 વર્ષની ઉમરમાં 2008 માં ઓસ્ટ્રિયા સામે ગોલ કર્યો હતો અને આ વખતે ગોલ કરતી વખતે તેની ઉમર 35 વર્ષ 286 દિવસની હતી. આ જીતની સાથે ક્રિએશિયા ગ્રૂપ ડીમાં બીજા સ્થાને રહ્યું અને હવે તેનો સોમવારે કોપેનહેગનમાં ગ્રુપ ઇના ઉપવિજેતા સામે થશે.

ઇંગ્લેન્ડે 1-0થી ચેક ગણરાજ્યને હરાવ્યું
રહીમ સ્ટર્લિંગના ગોલની મદદથી ઇંગ્લેન્ડ ટીમે યુરો કપ 2020 માં ચેક ગણરાજ્યને 1-0થી હરાવી દીધું છે. બંને ટીમો પહેલા જ અંતિમ 16માં પોતાની જગ્યા બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના કોચ જેરેથ સાઉથગેટે કહ્યું કે, ‘અમારૂ હંમેશાથી માનવું હતું કે હેરી કેન પર ગોલ કરવાનો બોઝો ઓછો કરવો જોઇએ.’ કેન ક્રોએશિયા અને સ્કોટલેન્ડ સામે ગોલ કરી શક્યો નથી. ત્યા તેણે ગોલ પર પહેલો શોટ લગાવ્યો હતો. ઇંગ્લેન્ડને હવે એક સપ્તાહ બાદ ગ્રુપ એફના ઉપવિેજેતા સામે રમવાનું છે. જે ફ્રાન્સ, પોર્ટુગલ, જર્મની કે હંગરીમાંથી કોઇ એક ટીમ હશે. તે મેચમાં 45 હજાર દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી હશે.

અન્ય સમાચારો પણ છે...