• Gujarati News
  • Sports
  • Football: 35 Goals In 8 Champions League Matches, The Result Of Each Match, Four Teams Lost At Home

ભાસ્કર ખાસ:ફૂટબોલ : ચેમ્પિયન્સ લીગની 8 મેચમાં 35 ગોલ થયા, દરેક મેચનું પરિણામ આવ્યું, ચાર ટીમ ઘર આંગણે હારી

પેરિસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્પિયન્સ લીગ : પેરિસ સેન્ટ જર્મેને લિપજિક અને લિવરપૂલે એટલેટિકો મેડ્રિડને હરાવી

યુએફા ચેમ્પિયન્સ લીગના ત્રીજે દિવસે રમાયેલી 8 મેચમાં કુલ 35 ગોલ થયા અને દરેક મેચનું પરિણામ આવ્યું હતું. ફ્રેન્ચ ક્લબ પીએસજીએ જર્મનીની ક્લપ આરબી લિપજિકને 3-2થી હરાવી. ગ્રુપ-એની આ મેચમાં લિપજિક માટે સિલ્વાએ 28મી અને મુકીલે 57મી મિનિટે ગોલ કર્યો.

પીએસજી માટે એમબાપેએ 9મી, જ્યારે મેસીએ 67મી અ્ને 74મી મિનિટે ગોલ કર્યા હતા. મેસીએ બીજો ગોલ પેનલ્ટી પરથી કર્યો હતો. ટીમને ઈન્જરી ટાઈમ (90+4)માં પણ પેનલ્ટી મળી, પરંતુ એમબાપે ગોલ કરી શક્યો નહીં.

મેસીના ચેમ્પિયન્સ લીગમાં 123 ગોલ થયા છે. ટીમની પ્રથમ બે ઘરેલી ચેમ્પિયન્સ લીગ મેચમાં ગોલ કનારો મેસી ચોથો ખેલાડી છે. પીએસજીનો આ લીગમાં ત્રીજો વિજય છે અને 7 પોઈન્ટ સાથે ટોપ પર છે. લિપજિક તમામ મેચ હારી ગઈ છે. આ ગ્રુપની બીજી મેચમાં માન્ચેસ્ટર સિટીએ બેલ્જિયમની ક્લબ બ્રુગને તેના ઘર આંગણે 5-1થી હરાવી. સિટી માટે મહરેજે બે, કેન્સેલો, વોકર, પેલ્મરે 1-1 ગોલ કર્યા હતા.

લીગમાં લિવરપૂલે પ્રથમ વખત એટલેટિકોને હરાવી
ઈંગ્લિશ ક્લબ લિવરપૂલે સ્પેનિશ ક્લબ એટલેટિકો મેડ્રિડને તેના ઘર આંગણે 3-2થી હરાવી. લિવરપૂલ માટે સાલાહે 2 અને કીએટાએ 1 ગોલ કર્યો હતો. એટલેટિકો માટે ગ્રીઝમેને 20મી અને 34મી મિનિટે ગોલ કર્યા. ચેમ્પિયન્સ લીગમાં એટલેટિકો વિરુદ્ધ લિવરપૂલનો આ પ્રથમ વિજય છે. આ અગાઉની ચાર મેચમાં 2 ડ્રો અને 2 એટલેટિકો જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...