• Gujarati News
  • Sports
  • First Blow For Pakistan Team, Iram Javed Out Without Opening The Account; Meghna Singh Got A Wicket

ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી કારમી હાર આપી:સ્મૃતિ મંધાનાએ 63 રનની ધમાકેદાર ઈનિંગ રમી, 12 ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડ્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે વિમેન્સ ટી-20 ક્રિકેટમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી કારમી હાર આપી છે. પહેલાં બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 99 રન જ બનાવી શકી. ભારત માટે સૌથી વધુ 2-2 વિકેટ સ્નેહ રાણા અને રાધા યાદવે લીધી. તો પાકિસ્તાનની ટીમના 3 બેટ્સમેન રનઆઉટ થયા. જવાબમાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 11.4 ઓવરમાં જ ટાર્ગેટ મેળવી લીધો. સ્મૃતિ મંધાનાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 63 રન ફટાકાર્યા. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 3 છગ્ગા નીકળ્યા. જેમિમા રોડ્રિગ્ઝે બે રન કર્યા

શેફાલી વર્માએ 9 બોલમાં 16 રન અને એસ મેઘનાએ 16 બોલમાં 14 રન કર્યા. પાકિસ્તાન તરફથી તુબા હસન અને ઓમેમા સોહેલે 1-1 વિકેટ લીધી. ભારતની હવે પછીની મેચ બારબાડોસ સાથે 3 ઓગસ્ટે છે.

ભારતીય બોલર્સ સામે પાકિસ્તાની બેટર નિષ્ફળ રહ્યાં હતા.
ભારતીય બોલર્સ સામે પાકિસ્તાની બેટર નિષ્ફળ રહ્યાં હતા.

પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફ્લોપ
બીજી જ ઓવરમાં પાકિસ્તાનને પહેલો ઝાટકો લાગ્યો અને ઈરામ જાવેદ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી. તેમને મેઘના સિંહે આઉટ કરી. જે બાદ 9મી ઓવરમાં સ્નેહ રાણાએ પાકિસ્તાનને 2 ઝાટકા આપ્યા. પહેલાં તેમને કેપ્ટન બિસ્માહ મારુફને 17 રને આઉટ કરી. જે બાદ સેટ થઈ ગયેલી મુનીબ રાણાને 32 રને પોતાનો શિકાર બનાવી.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત હારની સાથે થઈ હતી. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લી 4 ટી-20 મેચમાં ભારતીય ટીમ અજેય રહી છે.

પાકિસ્તાની ટીમે જોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
પાકિસ્તાની ટીમે જોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

બંને ટીમની પ્લેઈંગ-11
ભારતઃ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમાઈમા રોડ્રગેજ, એસ મેઘના, દિપ્તી શર્મા, રાધા યાદવ, સ્નેહ રાણા, મેઘના સિંહ અને રેણુકા સિંહ ઠાકુર.

પાકિસ્તાનઃ ઈરમ જાવેદ, મુનીબા અલી, ઓમાનિયા સોહેલ, બિસ્માહ માહરુફ (કેપ્ટન), આલિયા રિયાઝ, આયેશા નસીમ, કાયનાત ઈમ્તિયાઝ, ફાતિમા સના, તુબા હસન, ડિયાના બેગ અને અનમ અમીન

અન્ય સમાચારો પણ છે...