5 મહિના બાદ યોજાનાર ફિફા વર્લ્ડ કપ માટે કતાર લગભગ સંપૂર્ણ રીતે તૈયાર છે. ગરમી વધુ રહેતી હોવાને કારણે જૂન-જુલાઈમાં યોજાતો વર્લ્ડ કપ પ્રથમવાર નવે.-ડિસે.માં યોજાશે. આયોજકોએ ઘણા પ્રસ્તાવો આપ્યા હતા, લાગુ કરાયા છે- જેમકે નવા સ્ટેડિયમ, નવી હોટલો અને નવી કૂલિંગ ટેકનોલોજી.કતારમાં વર્લ્ડ કપ માટે બનેલા સ્ટેડિયમમાં ટેસ્ટિંગનો પ્રારંભ થયો છે.
8 દિવસમાં 3 ઈન્ટરકૉન્ટિનેન્ટલ પ્લેઓફ મેચ રમાઈ. નવા બનેલા અને રિનોવેટ કરાયેલા 8 માંથી 7 એસી સ્ટેડિયમમાં મેચો યોજાઈ ચૂકી છે. તમામ સ્ટેડિયમની એક અલગ વિશેષતા છે. ફાઈનલ સહિત 10 મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે, ક્ષમતા 80 હજાર દર્શકોની છે. તેની બહારની દિવાલ પર તે તમામ કારીગરોના ફોટોનો કોલાઝ તૈયાર કરાયું છે, જેમણે આ સ્ટેડિયમ બનાવ્યું છે.
સ્ટેડિયમમાં દરેક સીટ નીચે વ્યક્તિગત કૂલિંગ વેન્ટ છે
ઓસ્ટ્રેલિયા-પેરુના ક્વોલિફાયર દરમિયાન કૂલિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાયું. સ્ટેડિયમની અંદર 22 ડિગ્રી તાપમાન હતું. સ્ટેડિયમમાં દરેક બેઠક નીચે ઈન્ડિવિડ્યુઅલ કૂલિંગ વેન્ટ લાગેલા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.