તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:39 વર્ષનો ફેડરર અંતિમ-8માં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજર ફેડરરે 7-5, 6-4, 6-2 થી સોનેગોને હરાવ્યો, 18મીવાર અંતિમ-8માં પહોંચ્યો

વિમ્બલડનમાં સૌથી પસંદગીનો ખેલાડી રોજર ફેડરર છે. જ્યારે પણ કોર્ટમાં હોય છે ત્યારે તેની રમત જોઇ રહેલ ચાહકોના ચહેરો પર હંમેશા સ્માઇલ હોય છે. તેના શોટ એટલા સચોટ અને પરફેક્ટ હોય છે કે ચાહકો મંત્રમુગ્ધ થઇ જાય છે. પોતાની આજ કાબેલિયતના દમ પર સ્વિસ ખેલાડી ફેડરર 18મી વાર આ ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. 39 વર્ષ 333 દિવસના ફેડરર આ ગ્રાન્ડ સ્લેમના અંતિમ-8 માં પહોંચનાર ઓપન એરા (1968 પછી) માં સૌથી મોટી ઉમરનો ખેલાડી છે. પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં રોજર ફેડરરે ઇટલીના લોરેન્જો સોનેગોને 7-5, 6-4, 6-2 થી હરાવ્યો છે. આ તેની ટુર્નામેન્ટમાં 105મી જીત હતી.

6 ખેલાડી પહેલીવાર ગ્રાન્ડ સ્લેમના અંતિમ-8માં પહોંચ્યા
પુરુષ અને મહિલા સિંગલ્સ મળીને બધા ક્વાર્ટર ફાઇનલિસ્ટ નક્કી થઇ ગયા છે. જેમાં 6 ખેલાડીઓ એવા છે જે પહેલીવાર કોઇ ગ્રાન્ડ સ્લેમમાં અંતિમ-8માં પહોંચ્યા છે. આ ખેલાડી છે આર્યના સબાલેન્કા, માર્ટન ફુસ્કોવિસ, વિક્ટોરિયા ગોલુબિચ, ફેલિક્સ ઓગર એલિયાસિમે, આએલા ટોમજાનોવિચ અને હર્બર્ટ હરક્વેજ. આમાં 12 એવા ખેલાડી છે જે પહેલીવાર વિમ્બલડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. તેમાં માતેઓ બેરેટિની, એશ્લે બાર્ટી, કારેન ખાચાનોવ, કેરોલિના પ્લિસકોવા, ડેનિસ શાપોવાલોવ અને ઓન્સ જેબુર.

ટુર્નામેન્ટમાં માત્ર ત્રણ પૂર્વ ચેમ્પિયન રમી રહ્યા છે
ગ્રાન્ડ સ્લેમમાં માત્ર 3 પૂર્વ ચેમ્પિયન રમી રહ્યા છે. 8વારના ચેમ્પિયન રોડર ફેડરર 14મી સીડ હર્બર્ટ હરક્વેજ સામે જ્યારે 5 વારના પૂર્વ ચેમ્પિયન જોકોવિચ અંતિમ 8 માં હંગરીના ફુસ્કોવિસ સામે ટકરાશે. 2018ની વિજેતા જર્મનીની કર્બરનો સામનો ચેક રિપબ્લિક કેરોલિના મુકોવા સામે થશે.

અન્ય સમાચારો પણ છે...