• Gujarati News
  • Sports
  • Fans Jumped In Excitement As The Team's Victory Was Celebrated, Suddenly The Stands Collapsed; Viewers Also Fell

દર્શકોનું સ્ટેન્ડ તોડ સેલિબ્રેશન!:ટીમના જીતની ઉજવણી વખતે ફેન્સ ઉત્સાહમાં કૂદકા મારવા લાગ્યા, અચાનક સ્ટેન્ડ્સ ધરાશાયી થયું; દર્શકો પણ પડી ગયા

2 મહિનો પહેલા

આપણે ક્રિકેટ હોય કે ફુટબોલ ફેન્સને ઉત્સાહભેર ઉજવણી કરતા તો જોયા જ હશે પરંતુ આજે તમને એક એવું દ્રશ્ય બતાવીએ છીએ જેમાં ફેન્સ એટલા કૂદકા મારતા હતા કે આખું સ્ટેન્ડ જ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના રવિવારે રમાયેલી સોકર મેચ દરમિયાન ઘટી હતી. જ્યાં ડચ ફુટબોલ મેચની છેલ્લી મિનિટ બાદ દર્શકોથી સજ્જ સ્ટેન્ડ ધરાશાયી થઈ ગયું હતું. તે સમયે ફેન્સ પોતાની ટીમે 1-0થી જીતેલી મેચની ઉજવણી કરી રહ્યા હતા.

35થી વધુ ફેન્સ ઈજાગ્રસ્ત
વિટેસ ટીમના 35 સપોર્ટર્સ સ્ટેન્ડની વચ્ચે ઊભા હતા, તેઓ પોતાની જગ્યા પર કૂદકા મારીને જીતની ઉજવણી કરી રહ્યા હતા. જેના કારણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે દર્શકોના કૂદકાનું દબાણ સ્ટેન્ડ્સ સહી ન શકતા ધરાશાયી થયું હતું. જોકે રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં દર્શકોને ગંભીર ઈજા પહોંચી નથી. તેવામાં હવે દર્શકોના સ્ટેન્ડ તોડ સેલિબ્રેશનનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.

દુર્ઘટના પછી મેયરનું નિવેદન સામે આવ્યું
આ દુર્ઘટના પછી નેધરલેન્ડના નિઝમેજેન શહેરના મેયર હ્યૂબર્ટ બ્રુલ્સે તાત્કાલિક તપાસ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો અને કહ્યું હતું કે આ અંગે જાણ થતા હું પણ ઘણો સ્તબ્ધ થઈ ગયો છૂં. હું આ દુર્ઘટના પાછળનું કારણ જલદીથી શોધી કાઢવા પ્રયાસ હાથ ધરીશ.

વળી આ દુર્ઘટના બાદ નેધરલેન્ડ્સ KNVB ફુટબોલ મહાસંઘે કહ્યું હતું કે એક સ્ટેડિયમ જે સુરક્ષિત હોવું જોઈએ તે ધરાશાયી થયું હતું. આની તપાસ અત્યારે ચાલી રહી છે.

1-0થી વિટેસનો વિજય
આ મેચ નિઝમેજેન અને વિટેસ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિટેસે એકમાત્ર ગોલ કરીને બૈડેન ફ્રેડ્રિક્સનને 16મી મિનિટમાં હરાવી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે વિટેસ ડચ ટોપ ફ્લાઈટમાં છઠ્ઠા ક્રમાંક પર પણ આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...