તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Faced With Discrimination Because Of The Turban beard, Seeing Me Support The Game Changed My Attitude

ફેન હૉલ ઓફ ફેમ:પાઘડી-દાઢીના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો, રમતને સપોર્ટ કરતા જોઇ મને લઇને દૃષ્ટિકોણ બદલાયો

ચંડીગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેનેડામાં રહેતા ભારતીય મૂળના નવ ભાટિયા પહેલા એનબીએ ચાહક છે, જેને બાસ્કેટબોલ ‘હોલ ઓફ ફેમ’ માં સમાવેશ થયો છે. તે પાઘડીની સાથે અહીં જગ્યા બનાવનાર એકમાત્ર શીખ વ્યક્તિ છે. હોલ ઓફ ફેમમાં કોબે બ્રાયન્ટ, માઇકલ જોર્ડન, વિલ્ટ ચેમ્બરલેન જેવા સ્ટાર્સની વચ્ચે હવે નવ ભાટિયાનું નામ પણ જોડાઈ ગયું છે.

ભાટિયાએ કહ્યું કે નેસ્મિથ બાસ્કેટબોલ હોલ ઓલ ફેમમાં પહેલા ફેન તરીકે સન્માન કરવામાં આવ્યું. આ એ શીખ માટે સન્માનની વાત છે, જેમણે 1995 માં ટોરન્ટો રેપ્ટર્સના પહેલા સિઝનની 2 ટિકિટ ખરીદી હતી. ટોરન્ટો રેપ્ટર્સ ટીમ દ્વારા 2019 માં એનબીએ ફાઇનલ જીત્યા બાદ ચેમ્પિયનશિપમાં સન્માનિત કરાયા હતા.

હૉલ ઓફ ફેમમાં પહેલીવાર પાઘડી રાખવામાં આવી, ટોરન્ટો રૈપ્ટર્સ સન્માનિત કરી ચૂક્યું છે
ભાટિયાએ કહ્યું, ‘વર્ષોથી બાસ્કેટબોલે મને ઘણા મતભેદોથી દૂર રાખવામાં મદદ કરી છે. શીખ ધર્મના એક અપ્રવાસીના રૂપમાં, મારી પાઘડી અને દાઢીના કારણે મને ઘણી ભેદભાવપૂર્ણ ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. બાસ્કેટબોલે મને હું કોણ છું એ ઓળખવામાં મદદ તો કરી જ છે પણ તેની સાથે સાઉથ એશિયાના લોકોમાં વિચાર બદલવામાં પણ મદદ મળી છે. જ્યારે અમે રમતને જોવા માટે એક સાથે બેસીએ છીએ, પોતાની ટીમને સપોર્ટ કરતા હોયએ ત્યારે એહસાસ થાય છે કે આપણે બધા એક જેવા છીએ. મને આશા છે કે આ સન્માનનો ઉપયોગ વધુ લોકોને એક સાથે લાવવા માટે કરીશ.’

હૉલ ઓફ ફેમમાં નવ ભાટિયા માટે પહેલીવાર એક પાઘડી રાખવામાં આવી છે. તે પણ તેની ચેમ્પિયનશિપ રિંગની રેપ્લિકાની સાથે. સુપર ફેન ભાટિયાનું લક્ષ્ય બાસ્કેટબોલના માધ્યમથી બધી જ ઉમરના લોકોને ભેગા કરવાનું છે. તે 1984 માં ભારતથી કેનેડા આવ્યા હતા. તે બાસ્કેટબોલ માટે સતત કામ કરે છે. 2018 માં તેણે રૉયલ બેન્ક ઓફ કેનેડાના ટોપ 25 કેનેડિયન ઇમિગ્રેટમાં જોડાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...