ભારતની યજમાનીમાં આજે મેન્સ હોકી વર્લ્ડ કપમાં શરૂ થઈ રહ્યો છે. પુલ-Dમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ છે. ભારતની બે મેચ રૂરકેલા અને એક ભુવનેશ્વરમાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત આજે સ્પેનની સામે રમીને કરશે. ટાઇટલની રેસમાં ઓસ્ટ્રેલિયા-બેલ્જીયમ ઉપરાંત ભારત પણ છે.
2 વારના ઓલિમ્પિયન હરમનપ્રીત સિંહ મંડેરનું માનવું છે કે ભારત ટોક્યો ઓલિમ્પિક જેવું પ્રદર્શન કરીને આ વર્લ્ડ કપ જીતવા માગે છે. આ સ્ટોરીમાં આપણે વર્લ્ડની ટૉપ-5 ટીમની રમવાની સ્ટાઇલ જાણીશું અને કોણ ચેમ્પિયન બની શકે છે તે જાણીશું...
દેશ: ભારત- રેન્ક: 6
ટીમ ઈન્ડિયામાં અનુભવી પ્લેયર્સ વધુ છે. જેના કારણે આક્રમક હોકી રમવાનું પસંદ કરે છે. અમુક મેચના પ્રદર્શનને જોતા અનુમાન લગાવવાનું જલદી રહેશે. ટીમમાં નવા અને અનુભવી ખેલાડીઓ છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ ટીમ આક્રમક રમત અપનાવી શકે છે. ટીમ 3-3-2-2-1ના ફોર્મેશન સાથે રમી શકે છે.
દેશ: ઓસ્ટ્રેલિયા- રેન્ક: 1
ત્રણવારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તો આક્રમક રમત જ અપનાવશે. ઓસ્ટ્રેલિયા સૌથી મજબૂત ટીમ દેખાઈ રહી છે અને તેઓ આ વખતે કદાચ ચોથીવાર ચેમ્પિયન બની શકે છે. ટીમ 5 વખત ફાઈનલ રમી ચૂકી છે. એટલે કાંગારૂ પ્લેયર્સ પોતાની જુની સ્ટાઇલ અપનાવશે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમ 2-4-4-1ના ફોર્મેશન સાથે ઉતરશે.
દેશ: બેલ્જીયમ- રેન્ક: 2
બેલ્જીયમમાં કોર્નરને ગોલમાં ફેરવાવામાં સ્કિલ ધરાવનાર આ ટીમમાં બેથી ત્રણ ખેલાડીઓ છે. વર્લ્ડ કપની બધી જ ટીમમાંથી સૌથી બેલેન્સ ટીમ બેલ્જીયમ છે. ટીમની પાસે ડિફેન્સ, ફોરવર્ડની સાથે પેનલ્ટી કોર્નરે ગોલમાં ફેરવનાર ઘણા પ્લેયર્સ છે. આ ટીમ પ્લાન-A અને પ્લાન-B સાથે ઉતરે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આ ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
દેશ: નેધરલેન્ડ્સ- રેન્ક: 3
નેધરલેન્ડ્સને વન ટુ વન રમવાનું પસંદ છે. જેનો તેઓ વારંવાર લાભ મેળવે છે. ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ટીમમાં ઘણા યુવાનો હતા અને તેઓએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ ટીમ ગત વર્લ્ડ કપની રનર અપ છે. ફાઈનલમાં બેલ્જીયમ સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો હતો. સ્કિલ્સની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા પછી નેધરલેન્ડ્સ બીજી સૌથી મજબૂત ટીમ છે. ટીમ 4-4-3-2-1ના ફોર્મેશન સાથે ઉતરી શકે છે.
દેશ: જર્મની - રેન્ક: 4
બે વખતની ચેમ્પિયન જર્મની કાઉન્ટર અને બોલ પઝેશનની સાથે રમે છે. મેચમાં ટીમનું ફોર્મેશન કંઈ પણ હોઈ શકે છે. જોકે ટીમ હંમેશાથી જુની સ્ટાઇલમાં રમતી આવી છે. મેચ વખતે પ્લેયર્સ આક્રમકતાની સાથે બોડી લગાવીને રમે છે. ડિફેન્સ પર વધુ ફોકસ રહેતું હોઈ છે. પ્લેયર્સને કાઉન્ટર કરવાનો અનુભવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.