તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોની ક્યારે શું કરી રહ્યો છે?:મહેન્દ્રસિંહ ધોની ઊંઘમાં પણ પબજી વિશે બબડતો રહે છે

રાંચી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયામાં કર્યો ખુલાસો
  • ધોની ગેમનો શોખીન છે, બેડરૂમમાં હેડફોન પહેરીને ગેમ રમતો રહે છે: સાક્ષી

ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલ પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યો છે. ક્રિકેટના તમામ ચાહકોને એ જાણવામાં વધુ રસ છે કે ધોની ક્યારે શું કરી રહ્યો છે અને ક્યાં છે. ત્યારે ધોનીની દરેક અપડેટ તેની પત્ની સાક્ષી પ્રશંસકોને સોશિયલ મીડિયાના માધ્યમથી આપતી રહે છે. આવામાં પત્ની સાક્ષીએ ધોનીને લઈ ઘણા મજેદાર ખુલાસા સોશિયલ મીડિયામાં કર્યા છે.

પત્ની સાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ધોની વીડિયો ગેમ રમવાનો ખૂબ શોખીન છે. તે વીડિયો ગેમ રમવામાં એટલો ડૂબી જાય છે કે રાત્રે ઊંઘમાં પણ PUBG વિશે બબડતો રહે છે. ચેન્નઈ સુપર કિંગ્સની સાથે વાતચીતમાં સાક્ષીએ જણાવ્યું કે વીડિયો ગેમ્સના કારણે ધોનીને હંમેશા એક્ટીવ રહેનારું મગજ બીજી તરફ વ્યસ્ત રહે છે. તેણે જણાવ્યું કે, જોકે હવે આ ગેમ તેમના બેડરૂમમાં પણ ઘૂસી આવી છે.ધોની બેડરૂમમાં પણ હેડફોન પહેરીને ગેમ રમતો રહે છે. સાક્ષીએ કહ્યું કે PUBG તો તેના બેડ પર પણ આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...