તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Even If Virat, Rohit, Rahane And Pujara Could Not Score As Many Runs As Root, Losing The Toss Was Costly.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નાઈમાં ભારતની હારનું એનાલિસિસ:વિરાટ, રોહિત, રહાણે અને પૂજારા મળીને પણ જો રૂટ જેટલા રન ન બનાવી શક્યા, ટોસ હારવો પણ મોંઘો પડ્યો

ચેન્નાઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે પરાજિત કરનારી ટીમ ઈન્ડિયાને હોમ કંડિશન્સમાં ઇંગ્લેન્ડ સામે જીત માટે ફેવરિટ માનવામાં આવી રહી હતી. પરંતુ ચેન્નાઈ ખાતે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમે સરપ્રાઈઝ આપી. 227 રને જીત મેળવી ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. 22 વર્ષ પછી ભારતે ચેપક સ્ટેડિયમ, ચેન્નાઇમાં હારનો સામનો કરવો પડ્યો.

હવે શ્રેણીમાં કમબેક કરવું ભારત માટે મુશ્કેલ પડકાર છે. વળી, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ પણ જોખમ હેઠળ છે. ખોટી ટીમની પસંદગી, મોટા સ્ટાર્સનું નબળું પ્રદર્શન સહિત 7 ફેક્ટર છે, જેના કારણે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ગુમાવી.

1. ટોસ ગુમાવો ભારે પડ્યો: પ્રથમ 2 દિવસ બેટિંગ માટે શ્રેષ્ઠ હતી પિચ
આ પિચ પર 5 દિવસ સુધી મેચ ચાલી અને તેનું સ્પષ્ટ રિઝલ્ટ પણ સામે આવ્યું. તે પ્રમાણે આ એક સારી અને સ્પોર્ટીંગ વિકેટ હતી.જોકે, તે સાથે એવી પણ પિચ સાબિત થઈ, જ્યાં ટોસ બોસ બન્યો. પ્રથમ બે દિવસ અહીં બેટિંગ સહેલી હતી. ઇંગ્લેન્ડે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પહેલી ઇનિંગમાં 190.1 ઓવર બેટિંગ કરીને ભારતને મેચમાંથી બહાર કરી દીધું.

2. ખરાબ બેટિંગ: વિરાટ, રહાણે, રોહિત અને પૂજારા સાથે મળીને પણ રૂટથી પાછળ
રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયાના 4 સૌથી વરિષ્ઠ બેટ્સમેન છે. આ ચાર મળીને આ ટેસ્ટમાં ફક્ત 190 રન જ બનાવી શક્યા હતા. રોહિતે બે ઇનિંગ્સમાં 18 રન બનાવ્યા હતા. રહાણે બે ઇનિંગ્સમાં માત્ર 1 રન બનાવ્યો. પૂજારાએ બે ઇનિંગમાં 88 રન બનાવ્યા હતા અને વિરાટે 83 રન બનાવ્યા હતા. તેનાથી વિપરિત, ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આ મેચની પહેલી ઇનિંગમાં 218 રન બનાવ્યા હતા.

3. ખરાબ ટીમ સિલેક્શન: અશ્વિનને બીજા અને ત્રીજા સ્પિનરોનો ટેકો મળ્યો નહીં
અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ટીમ ઈન્ડિયા અશ્વિનની સાથે લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર ​​કુલદીપ યાદવને પ્લેઇંગ -11 માં સ્થાન આપશે, પરંતુ તેવું થયું નહીં. ટીમ મેનેજમેન્ટે શાહબાઝ નદીમ અને સુંદરને પસંદ કર્યા. અશ્વિને મેચમાં 207 રન આપીને નવ વિકેટ ઝડપી હતી, પરંતુ નદીમ અને સુંદરે મળીને 362 રન આપીને ચાર વિકેટ લીધી હતી. કુલદીપની હાજરીમાં પરિસ્થિતિ વધુ સારી થઈ શકે એમ હતી.

4. નામનો હોમ એડવાન્ટેજ: બાઉન્સ પિચ પર રમવાની ટેવ પડી ગઈ
ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ત્રણ મહિના વિતાવ્યા હતા. આને કારણે, ટીમના મોટાભાગના બોલરો અને બેટ્સમેનો ઉછાળવાળી પિચ અનુકૂળ ટેવાય ગયા હતા. ભારતમાં છેલ્લી મેચ ટીમે એક વર્ષ પહેલા રમી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ લગભગ એક મહિનાથી એશિયામાં છે. તેને ગૌલમાં ચેન્નાઈ જેવી પિચ પર બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી.

5. ઇંગ્લેન્ડના સ્પિનર્સને અંડરએસ્ટીમેટ કર્યા
ડોમ બેસ અને જેક લીચને પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ મેચ રમવાની તક મળી. બંને બિનઅનુભવી સ્પિનરો તરીકે ઓળખતા હતા, ભારતીય બેટ્સમેનોએ તેમની સામે ઘણા રેશ શોટ માર્યા અને વિકેટ ગુમાવી. બંનેએ સાથે મળીને મેચમાં 11 વિકેટ ઝડપી હતી.

6. નબળી ફીલ્ડિંગ અને વિકેટકીપિંગ
ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ્સમાં ભારતીય ફિલ્ડરો લગભગ અડધો ડઝન જેટલી તક ગુમાવી. વિકેટ પાછળ ઋષભ પંતનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું. તેનો ફાયદો ઉઠાવતા ઇંગ્લેન્ડે 578 રન કર્યા, જે અંતે ટીમ ઇન્ડિયા માટે માઉન્ટ એવરેસ્ટ સાબિત થયા હતા.

7. થાક: ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બરથી સતત રમી રહ્યા છે
ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ સપ્ટેમ્બરથી સતત ઉચ્ચ સ્તરીય ક્રિકેટ રમી રહ્યા છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પર ગઈ હતી. ત્યાં વન ડે, ટી 20 પછી ચાર ટેસ્ટ મેચ પણ રમી હતી. તે પછી તરત જ ઇંગ્લેન્ડ સામેની સીરિઝ શરૂ થઈ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો