તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Euro Cup 2020: Top Scorer Cristiano Ronaldo Harry Kane Not Included In Team Of The Tournament | Gianluigi Donnarumma Romelu Lukaku

યૂરો બેસ્ટ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ:ટોપ સ્કોરર રોનાલ્ડો અને હેરી કેનને સ્થાન ન મળ્યું, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ડોન્નરુમ્મા સહિત ઇટાલીના 5 ફુટબોલર્સ સામેલ

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ટીમમાં ઇંગ્લેન્ડના 3 ખેલાડી સામેલ, ડેનમાર્કના પણ 1-1 ખેલાડી

UEFAએ યૂરો કપ 2020ની બેસ્ટ પ્લેઇંગ-11ની ઘોષમા કરી દીધી છે. ટીમમાં પોર્ટુગલના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને જગ્યા મળી નથી. તે યૂરો કપનો ટોપ સ્કોરર (5 ગોલ) રહ્યો હતો અને રોનાલ્ડોને ગોલ્ડન બૂટથી સન્માનિત પણ કરાયો હતો. આના સિવાય સેકન્ડ ટોપ સ્કોરર અને ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેનને પણ સ્થાન મળ્યું નથી. ટીમમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ડોન્નરુમ્મા સહિત ઈટાલીના સૌથી વધુ 5 ફુટબોલર્સ સામેલ છે.

ટીમમાં ઇંગ્લેન્ડના 3 ખેલાડી સામેલ
આ ટીમમાં ઇંગ્લેન્ડના 3 ખેલાડી છે, જેમાં સ્ટાર ફોરવર્ડ રહીમ સ્ટર્લિંગ, ડિફેન્ડર કાઇલ વૉકર અને હેરી મેગ્વાયર સામેલ છે. વળીં, યંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવોર્ડ વિજેતા સ્પેનનો 18 વર્ષીય મીડ ફિલ્ડર પેડ્રીને પણ આ ટીમમાં પસંદ કરાયો છે. બેલ્જિયમ અને ડેનમાર્કના પણ 1-1 પ્લેયરને ટીમમાં સામેલ કરાયા છે.

ટેકનિકલ ઓબ્ઝર્વર ટીમમાં 16 પૂર્વ ખેલાડી અને કોચ સામેલ
પ્લેઇંગ-11ને UEFAની ટેકનિકલ ઓબ્ઝર્વર ટીમે પસંદ કરી છે. આ ટીમમાં ફેબિયા કાપેલો, ડેવિડ મોએસ અને સ્ટીફન ફ્રીઉંડ જેવા 16 પૂર્વ ખેલાડી અને કોચ સામેલ છે. બેસ્ટ પ્લેઇંગ-11ને 4-3-3ના ફોર્મેશનથી મેદાનમાં ઉતારવામાં આવી છે. યૂરો કપ દરમિયાન મોટાભાગની ટીમો આ ફોર્મેશન સાથે મેદાનમાં ઉતરી હતી.

યૂરો કપની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ
ગોલકીપરઃ જિયાનલુઇગી ડોન્નરુમા (ઈટાલી)
ડિફેન્ડરઃ લિયોનાર્ડો સ્પિનાલોઝા (ઈટાલી), હેરી મેગ્વાયર (ઇંગ્લેન્ડ), કાઇલ વૉકર (ઇંગ્લેન્ડ) અને લિયોનાર્ડો બોનુચી (ઈટાલી)
મિડ-ફીલ્ડરઃ પિઅરે-એમિલે હોઝબર્ગ (ડેનમાર્ક), જોર્જિન્હો (ઈટાલી) અને પેડ્રી (સ્પેન)
ફોરવર્ડઃ ફેડેરિકો કિએસા (ઈટાલી), રોમેલૂ લુકાકુ (બેલ્જિયમ), રહીમ સ્ટર્લિંગ (ઇંગ્લેન્ડ)

અન્ય સમાચારો પણ છે...