તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Euro Cup 2020 Final Italy Beat Spain Updates Euro Cup Final Italy Vs England Vs Denmark

યૂરો કપની ફાઇનલમાં ઈટાલી:પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને હરાવ્યું, મેચમાં ગોલ કરનાર અલ્વીરોના કારણે જ હાર્યા; હવે ઇંગ્લેન્ડ અથવા ડેનમાર્ક સામે ટક્કર

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈટાલી 10મી વાર કોઇ મોટી ટૂર્નામેન્ટ (વર્લ્ડ કપ/યૂરો કપ)ની ફાઇનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ. અત્યારસુધી જર્મનીએ સૌથી વધુ 14 વાર ફાઇનલ રમી છે. - Divya Bhaskar
ઈટાલી 10મી વાર કોઇ મોટી ટૂર્નામેન્ટ (વર્લ્ડ કપ/યૂરો કપ)ની ફાઇનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ. અત્યારસુધી જર્મનીએ સૌથી વધુ 14 વાર ફાઇનલ રમી છે.

યૂરો કપ 2020માં હવે ફાઇનલની તૈયારીઓ શરૂ. પહેલી સેમીફાઇનલ મેચમાં ઇટાલીએ સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું. ટીમ 9 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે. હવે નિર્ણાયક મેચ ઇંગ્લેન્ડ અથવા ડેનમાર્ક સામે રમશે. બીજી સેમિફાઇનલ આજે મોડી રાત્રે ઇંગ્લેન્ડ અને ડેનમાર્ક વચ્ચે રમાશે. 2012માં તે સ્પેન સામે ફાઇનલ મેચમાં હારી ગયું હતું.

ઈટાલી 10મી વાર કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ છે. અત્યારસુધી જર્મનીએ વધુ 14 વાર ફાઇનલ મેચમાં ભાગ લીધો છે.

પહેલી સેમિફાઇનલ ઈટાલી અને સ્પેન વચ્ચે 1-1થી ડ્રો રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં નિર્ણય સામે આવ્યો હતો. મેચમાં ઈટાલીના ફેડરિકા ચીસાએ 60મી મિનિટમાં ગોલ લગાવ્યો હતો. જેના જવાબમાં સ્પેનના અલ્વીરો મોરાટાએ 80મી મિનિટમાં ગોલ કરીને મેચ બરાબર કરી દીધી હતી. જોકે પેનલ્ટી શૂટઆઉટમાં અલ્વીરો ગોલ નહોતો કરી શક્યો, જેના કારણે ટીમ મેચ હારી ગઈ હતી.

30 મિનિટના એક્સ્ટ્રા ટાઇમમાં પણ નિર્ણય નહતો આવ્યો
પહેલા હાફમાં સ્પેનની ટીમનું પલડું ભારે રહ્યું હતું. એણે 5 વાર ગોલ અટેક કર્યો, જ્યારે ઇટાલીએ એક જ વાર ગોલ અટેક કર્યો હતો. જોકે પહેલા હાફમાં કોઇપણ ગોલ કરી શક્યું નહતું. બીજો હાફ 1-1થી બરાબર રહ્યા પછી 30 મિનિટનો એક્સ્ટ્રા પણ આપ્યો હતો, પરંતુ એમા ગોલ થઈ શક્યો નહતો.

ત્યારપછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટ આઉટમાં સામે આવ્યો હતો અને ઈટાલીએ 4-2થી જીત દાખવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ઈટાલી માટે બલોટી, બોનુચી, બર્નાડેસ્કી અને જોર્ગિન્હોએ ગોલ કર્યો હતો. જ્યારે લોકાટેલી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો. સ્પેન માટે જેરાર્ડ મોરેના અને થિઆગોએ ગોલ કર્યા. ઓલ્મો અને મોરાટા ગોલ નહોતા કરી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...