ઈન્ડિયન બેડમિન્ટન ટીમ 73 વર્ષમાં થોમસ કપ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલી વાર ફાઈનલમાં પહોંચી ગઈ છે. અગાઉ ભારત 1952, 1955 અને 1979માં સેમિફાઈનલમાં પહોચ્યું હતું. આ દરમિયાન ફાઈનલમાં ભારતના એચ.એસ.પ્રણયે ઈજાગ્રસ્ત હોવા છતા ગેમ રમી ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ દરમિયાન તેના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી છતા તે દર્દથી કણસતો રહ્યો અને ગેમ રમતો રહ્યો હતો. જેથી તેની અત્યારે ખાસ પ્રશંસા પણ થઈ રહી છે.
કરિયરની યાદગાર જીત પછી પ્રણયે કહ્યું....
મેં કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાની માનસિકતાએ તેને થોમસ કપની સેમિફાઈનલમાં ડેનમાર્ક પર શાનદાર જીત મેળવવા પ્રેરિત કર્યા હતા. વર્લ્ડ 13મા નંબરના ખેલાડી રાસ્મસ ગેમકે વિરૂદ્ધ પ્રણયને કોર્ટમાં લપસી જતા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. ત્યારપછી ભારતે મેડિકલ ટાઈમઆઉટ લીધા પછી મેચમાં રમવાનું શરૂ કર્યું હતું.
ભારતની જીતમાં સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત, એચ.એસ.પ્રણય અને ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તેમણે પોત-પોતાના વિપક્ષી વિરૂદ્ધ જીત મેળવી હતી. જોકે લક્ષ્ય સેનને વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એક્સેલસેનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
0-1થી પાછળ હોવા છતાં ભારત જીત્યું
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેનની વિક્ટર એક્સેલસેનથી હાર્યા પછી ભારતીય ટીમ 0-1થી પાછળ ચાલી રહી હતી. ત્યારપછી ભારતે 1-1ની બરાબરી કરી લીધી અને ગેમમાં શાનદાર કમબેક કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.