• Gujarati News
  • Sports
  • English Cricket Uproar Over Rafiq's Allegations, Naming 12 People; Commentator Lloyd Apologized

યૉર્કશાયર વંશીય ભેદભાવકાંડ:રફિકના આરોપો બાદ ઈંગ્લિશ ક્રિકેટમાં ઊથલ-પાથલ, 12 લોકોનાં નામ જણાવ્યા; કોમેન્ટેટર લૉયડે માફી માગી

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કાંડને કારણે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડના સીઈઓ હેરિસનનું પદ જોખમમાં

યૉર્કશાયરના ક્રિકેટર અઝીમ રફિકની વંશીય ભેદભાવના કેસમાં નિવેદન નોંધાવ્યા બાદ ઈંગ્લિશ ક્રિકેટમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. રફિકે 12 લોકોના નામ નિવેદનમાં જણાવ્યા. જેમાં કોમેન્ટેટર ડેવિડ લૉયડ અને પૂર્વ બેટર એલેક્સ હેલ્સના નામ સામેલ છે.

લૉયડે માફી માગી છે, જ્યારે હેલ્સે આ મામલે માફી માગવાનો ઈન્કાર કરતા કહ્યું કે, રફિક માટે તેણે ક્યારેય વંશીય ટિપ્પણી કરી નથી. રફિકે દાવો કર્યો હતો કે, યૉર્કશાયરમાં નોન-વ્હાઈટ લોકો માટે કેવિન શબ્દ વપરાતો અને હેલ્સે પોતાના કૂતરાનું નામ કેવિન રાખ્યું હતું.

હેલ્સે આ અંગે કહ્યું કે,‘હું એ વાતનો સ્પષ્ટ રીતે ઈન્કાર કરું છું કે મે વંશીય ટિપ્પણી માટે મારા કૂતરાનું નામ કેવિન રાખ્યું છે. રફિકે જે ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે તેના કારણે તે આવું વલણ ધરાવે છે. હું આ સ્થિતિમાં તેની સાથે છું.’

જ્યારે લૉયડે એશિયન લોકો માટે પોતાની ટિપ્પણી મુદ્દે માફી માગી છે. આ મામલે સ્કાય સ્પોર્ટ્સ ચેનલે તપાસ કરવાની વાત કહી છે. રફિકે લંડનના હાઉસ ઓફ પાર્લિયામેન્ટમાં 4 કલાક ચાલેલી સુનાવણીમાં નિવેદન નોંધાવ્યું હતું. વંશીય ભેદભાવને કારણે ઈંગ્લિશ ક્રિકેટ શરમજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે.

ઈસીબીના સીઈઓ હેરિસન કાઉન્ટીના વિદ્રોહનો સામનો કરી રહ્યા છે, રાજીનામાની માગ
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા યૉર્કશાયર વંશીય ભેદભાવકાંડની ઘટનાને યોગ્ય રીતે ના સંભાળી શકવા મુદ્દે સીઈઓ ટૉમ હેરિસનને કાઉન્ટી ટીમોના વિદ્રોહનો સામનો કરવો પડી રહ્યો છે. હેરિસનના રાજીનામાની માગ કરવામા આવી રહી છે. તેઓ શુક્રવારે ઓવલમાં એક મિટિંગમાં સામેલ થશે અને પોતાનો પક્ષ રજૂ કરશે. સાંસદોએ ઈસીબીના નિર્ણયની ટીકા કરી, જેમાં ઈસીબીએ યૉર્કશાયરને જ આ મામલે તપાસ કરવી જોઈએ તેમ કહ્યું હતું. ઈસીબીએ માત્ર હેડિંગ્લેને ટેસ્ટ મેચની યજમાનીથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી. સાંસદોએ કહ્યું કે, આ મામલે સંપૂર્ણ તપાસ ઈસીબીએ કરવાની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...